Connect Gujarat
ગુજરાત

ભરૂચ : મા નર્મદાની જન્મજયંતિની ઉજવણીનો પ્રારંભ, ઝાડેશ્વરમાં નીકળી શોભાયાત્રા

ભરૂચ : મા નર્મદાની જન્મજયંતિની ઉજવણીનો પ્રારંભ, ઝાડેશ્વરમાં નીકળી શોભાયાત્રા
X

ભરૂચમાં પાવન સલિલા મા નર્મદાની જન્મજયંતિની ઉજવણીનો પ્રારંભ થયો છે. ઝાડેશ્વર

સ્થિત ગાયત્રી મંદિર ખાતેથી સોમવારના રોજ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

ઝાડેશ્વરના વિશ્વ ગાયત્રી મંદિર ખાતે મહામંડલેશ્વર સ્વામી શ્રી અલખગીરીજી મહારાજના સાનિધ્યમાં નર્મદા જયંંતિ મહોત્સવની પ્રતિ વર્ષ ઉજવણી કરવામાં આવે છે. મા નર્મદાના શુદ્ધ અને પવિત્ર જળ સમસ્ત ગુજરાતના ઘેર ઘેર તથા ખેતરે ખેતરે પહોંચે તેવી પ્રાર્થના સાથે સોમવારના રોજથી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિશ્વ ગાયત્રી મંદિર ખાતેથી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. શોભાયાત્રા ઝાડેશ્વર ગામ સહિતના વિસ્તારોમાં ફરી હતી. પહેલી ફેબ્રુઆરી સુધી નર્મદા જયંતિ મહોત્સવ ચાલશે અને તે દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

નર્મદા જયંતિ સુધી દરરોજ ગાયત્રી મહાપુરાણ કથાનું રોજ બપોરે ૩ થી સાંજે ૬ કલાક સુધી મહંત માતા સત્યનંદજી ગિરિજીના કંઠે રસપાન કરાવશે. તારીખ 27 જાન્યુઆરી અને 28 જાન્યુઆરી સુધી બે દિવસ સુધી સપ્તર્ષિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 31 જાન્યુઆરીના રોજ રાત્રે 9 કલાકે લોક ડાયરો યોજાશે. તારીખ 1 ફેબ્રુઆરીના રોજ 9:00 કલાકે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા વિશાળ ધર્મ સભા અને સાંજે 5:00 કલાકે નર્મદા મૈયાની સવા લાખ દીવડાની મહાઆરતી કરી એક હજાર નંગ સાડી મા નર્મદાને અર્પણ કરવામાં આવશે.

Next Story