Connect Gujarat
ગુજરાત

ભરૂચ: પોતાના જન્મદિન નિમિત્તે ગરીબ બાળકોને કરાવી લકઝુરીયસ કારની સવારી

ભરૂચ: પોતાના જન્મદિન નિમિત્તે ગરીબ બાળકોને કરાવી લકઝુરીયસ કારની સવારી
X

૧૨૦ અનાથ તેમજ ગરીબ બાળકોને ૨૫ જેટલી લકઝુરિયસ કારમાં પીકનીક પર લઈ જવાયા

ભરૂચના સ્ટેશન રોડ ખાતે નવ નિર્માણ પામનાર નર્મદા બસ પોર્ટ અને કોમર્શીયલ હબ-સીટી સેન્ટરના ડાયરેક્ટર હેમા કિરણ મજમુદાર દ્વારા તેઓના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે આર્થીક રીતે અક્ષમ, સ્વૈચ્છિક સંસ્થાઓ, આશ્રમ શાળાઓ, અનાથ આશ્રમ વગરે જગ્યાએ રહેતા બાળકો માટે જોય રાઇડસ તા.૧૬/૯/૨૦૧૮ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.

સામાન્ય રીતે આર્થિક રીતે સ્વૈચ્છિક સંસ્થાઓ, આશ્રમ શાળાઓ, અનાથ આશ્રમ વગરે જગ્યાએ રહેતા બાળકો માટે વૈભવી કાર જેવી કે ઓડી, બી.એમ.ડબલ્યુ, મર્સિડિસ બેન્ઝ જેવી ગાડીમાં બેસવું એ એક દીવા સપના સમાન હોય છે. ત્યારે ભરૂચ સ્ટેશન રોડ પર નવ નિર્માણ પામનાર બસ પોર્ટ અને કોમર્શીયલ હબ- સીટી સેન્ટરના ડાયરેકટર હેમા મજ્મુદારે આવા બાળકોને પણ આપણાં બાળકો જેવો આનંદ મળે તેમજ તેમના વૈભવી કારમાં સવારીના સપના સાકાર થાય તેવા અનોખા ઉદ્દેસ્ય સાથે જન્મદિનની ઉજવણી નિમિત્તે એક જોય રાઇડનું આયોજન કર્યું હતું. જે ભરૂચ શહેરમાં આકર્ષણ સાથે આનંદનું કેન્દ્ર બની હતી.

તા.૧૬મીને સવારે ૧૦ કલાકે ભરૂચ સિટી સેન્ટર- બસ પોર્ટ પરથી ભરૂચના નામાંકિત મહાનુભવો દ્વારા ફ્લેગ ઓફ કરી બાળકો માટેની જોય રાઇડને પ્રસ્થાન કરાવાયું હતું. વૈભવી કારમાં પ્રવાસની સાથે સાથે બાળકો માટે એક દિવસીય પિકનીકનું પણ આયોજન કરાયું જેમાં બાળકોને હોર્સ રાઇડીંગ, ડાંસ, સ્વિમિંગ સાથે વિવિધ રમતો રમાડવાની પ્રવૃત્તિ પણ કરાવાશે નું ડાયરેકટર હેમા મજમુદારે એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.

Next Story
Share it