Connect Gujarat
Featured

ભરૂચ : જંબુસર ખાતે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યું ઉમેદવારીપત્ર, બન્ને પક્ષોએ કર્યો જીતનો દાવો

ભરૂચ : જંબુસર ખાતે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યું ઉમેદવારીપત્ર, બન્ને પક્ષોએ કર્યો જીતનો દાવો
X

સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીનાં પડઘમ વાગી ગયા છે ત્યારે રાજકીય પક્ષો સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભરૂચના જંબુસર તાલુકાની વાત કરીએ તો જંબુસર તાલુકા પંચાયતની કુલ 22 સીટો છે જેમાં ગયા ટર્મમાં ભાજપ સત્તાપક્ષ પર હતી અને જિલ્લા પંચાયની 4 સીટ પૈકી 2 સીટ ભાજપ અને 2 સીટ કોંગ્રેસને મળી હતી. કોંગ્રેસની રણનીતીને લઈને જંબુસર કોંગ્રેસ તાલુકા પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવે કનેક્ટ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી

જોકે, શનિવારના રોજ ઉમેદવારી નોંધાવોનો અંતિમ દિવસ હતો ત્યારે ભાજપા, કોંગ્રેસ તેમજ અન્ય પક્ષોના ઉમેદવારો દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા હતા. આગામી ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવામાં આવી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો પોતાની જીતનો પ્રબળ દાવો કરી રહ્યા છે. ત્યારે ભાજપના તાલુકા પ્રમુખ બાલુ ગોહિલે પણ ચુંટણીમાં જીતનો દાવો કર્યો છે.

Next Story