Connect Gujarat
Featured

ભરૂચ: કલેક્ટર કચેરીના સંકૂલમાં જ ભાજપ કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી,જુઓ શું હતો મામલો

ભરૂચ: કલેક્ટર કચેરીના સંકૂલમાં જ ભાજપ કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી,જુઓ શું હતો મામલો
X

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં આજરોજ ફોર્મ પાર્ટ ખેંચવાના અંતિમ દિવસે ભરૂચ કલેક્ટર કચેરી સંકુલમાં જ ભાજપ અને કોંગ્રેસનાં આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં પોલીસે મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી.

રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ત્યારે આજરોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસનાં આગેવાનો બાખડ્યા હતા. ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીમાં વોર્ડ નંબર 3ના કોંગ્રેસનાં ઉમેદવારને ભાજપના આગેવાનો ફોર્મ પરત ખેંચવવા માટે બળજબરી પૂર્વક ક્લેકટર કચેરીમાં લઈ આવ્યા હોવાના કોંગ્રેસનાં આગેવાનોએ આક્ષેપ કર્યા છે.આ બાબતે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે કલેક્ટર કચેરીના સંકૂલમાં જ ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આક્ષેપો તેમજ પ્રતિ આક્ષેપોનો મારો ચાલ્યો હતો. વાતાવરણ ગરમાતા પોલીસે મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી.પોલીસકર્મીઓએ દોડી આવી કાર્યકરોને છૂટા પાડ્યા હતા. આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ ભાજપ પર આક્ષેપ કર્યા હતા.

Next Story