Connect Gujarat
ગુજરાત

લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ BJPની નિરીક્ષકોની ટીમ ભરૂચમાં ધામા

લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ BJPની નિરીક્ષકોની ટીમ ભરૂચમાં ધામા
X

લોકસભાની ચુંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓના હોદ્દેદારોની વિવિધ જિલ્લાઓમાં કાર્યકરો સાથેની બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.આગામી લોકસભા ચૂંટણીમાં કયા ઉમેદવારની પસંદગી કરવીએ નિરક્ષકો દ્વારા થતી હોય છે. કયો ઉમેદવાર કેટલો સક્ષમ છે અને લોકો વચ્ચે કેટલો લોકપ્રિય છે તેવા ઉમેદવારોની યાદી તૈયાર કરીને પ્રદેશમાં મોકલશે.

ભરૂચ ભાજપ દ્વારા રાજપૂત ખાતે છાત્રાલય ખાતે નિરક્ષકોની ટીમ આવી હતી આ નિરીક્ષકો દ્વારા ચૂંટણી લડવા ઇચ્છુક મુરતિયાઓની યાદી તૈયાર કરવામાં આવશે અને પ્રદેશમાં મોકલી દેવામાં આવશે.જેથી લોકસભા ચુંટણી ૨૦૧૯માં કયા ઉમેદવારને ભાજપ ટિકિટ આપવી તેની તજવીજ હાથ ધરાઇ હતી.

અત્રે ઉલખનિય છે કે ભરૂચ લોકસભામાં છેલ્લા કેટલાય સમયથી મનસુખ વસાવાને ટિકિટ આપીને ભાજપ જીતતું આવ્યું છે. શું ભાજપ ફરી એકવાર મનસુખભાઈને જ ટિકિટ આપશે કે પછી કોઈ નવો ચહેરો લાવશે તે આવનારો સમયજ બતાવશે.

બી.જે.પીના નિરીક્ષક તરીકે રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, સુરતના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયા અને નવસારીના અમિતા પટેલે કાર્યકરોને સાંભળ્યા હતા.

Next Story