ભરૂચ : CAAના સમર્થન માટે ભાજપ હવે “પતંગ” ના શરણે, જુઓ શું છે મામલો

0

દેશમાં લાગુ કરવામાં આવેલાં નાગરિકતા સંશોધન કાયદા અંગે ધમાસાણ ચાલી રહયું છે ત્યારે કાયદાના સમર્થનમાં સત્તાધારી ભાજપને પતંગનો સહારો લેવાની ફરજ પડી છે. ઉત્તરાયણ પહેલાં કાયદાના સમર્થન કરતા સુત્રો વાળી પતંગનું વિતરણ ભાજપ તરફથી કરવામાં આવી રહયું છે. 

દેશમાં CAA લાગુ થઇ ગયાં બાદ ભાજપ અને વિરોધ પક્ષો આમને સામને આવી ગયાં છે. કાયદાના વિરોધમાં વિપક્ષો વિવિધ કાર્યક્રમો આપી રહયાં છે તો તેની સામે ભાજપ લોકોને કાયદાનું સમર્થન કરવા અપીલ કરી રહી છે. કાયદા શું છે તેની માહિતી લોકો સુધી પહોંચાડવા ભાજપ તરફથી વિવિધ અભિયાન શરૂ કરી દેવાયાં છે. ઉત્તરાયણના પર્વને પણ તેમાંથી બાકાત રાખવામાં આવ્યું નથી. ઉત્તરાયણ પહેલાં ભાજપ લોકોને પતંગોનું વિતરણ કરી રહયું છે. અને આ પતંગોની વિશેષતા એ છે કે, તેના પર નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કરતાં સ્લોગન લખવામાં આવ્યાં છે. પતંગ વિતરણનો કાર્યક્રમ ભરૂચ શહેરના વોર્ડ નંબર 11માં યોજવામાં આવ્યો હતો. સ્થાનિક નગરસેવકો અને ભાજપના આગેવાનોએ હાજર રહી લોકોને સીએએના કાયદા વિશે જાણકારી આપી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here