Connect Gujarat
Featured

ભરૂચ : જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ભાજપના નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા,તો તાલુકા પંચાયતના ઉમેદવારો માટે પણ સેન્સ લેવાઈ

ભરૂચ : જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ભાજપના નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા,તો તાલુકા પંચાયતના ઉમેદવારો માટે પણ સેન્સ લેવાઈ
X

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં લઇ આજથી ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠક અને 9 તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ નક્કી કરવા ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાની 34 બેઠકો અને 9 તાલુકા પંચાયતના ઉમેદવારો માટે જે તે તાલુકા મથકે આ પ્રક્રિયા યોજાઇ હતી. ભરૂચ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 7 બેઠકોની વાત કરીયે તો ભરૂચ ડીસ્ટ્રીકટ કો.ઓ. બેંક ખાતે નિરીક્ષકો બળવંતસિંહ ગોહિલ, અશોક ઝા તથા પ્રતીક્ષા પટેલ દ્વારા દાવેદારોને સંભાળવામાં આવ્યા હતા. નિરીક્ષકો દ્વારા સેન્સ લીધા બાદ ૩ દાવેદારોના નામ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં ભરૂચ જિલ્લા પંચાયતની સત્તા ભાજપ પાસેથી છીનવાઈ હતી અને કોંગ્રેસ તેમજ ભારતીય ટ્રાયબલ પાર્ટીએ ગઠબંધન કરી સત્તા હાસલ કરી હતી ત્યારે આ ચૂંટણીમાં બીટીપી અને AIMIMના ગઠબંધન વચ્ચે ભરુચ જિલ્લા પંચાયત કબ્જે કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે અને જીતી શકે એવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે

Next Story