Connect Gujarat
Featured

ભરૂચ: ભાજપ દ્વારા નગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઇ, જુઓ 44 બેઠક માટે કેટલા દાવેદારો

ભરૂચ: ભાજપ  દ્વારા નગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઇ, જુઓ 44 બેઠક માટે કેટલા દાવેદારો
X

ભરૂચમાં નગર પાલિકાની ચુંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં પ્રદેશ નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીનું એલાન થઈ ગયું છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. મહાનગર પાલિકાની ચુંટણીમાં ઉમેદવારોના નામ માટે મહામંથન કર્યા બાદ આજથી નગરપાલિકાની ચુંટણી માટે દાવેદારોને સાંભળવાનું શરૂ કરવામાં આવ્યું છે. ભરૂચ નગર સેવા સદનની ચુંટણી માટે રાજપૂત છાત્રાલય ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી જેમાં પ્રદેશ નિરીક્ષક તરીકે નિયુક્ત ફતેસિંહ ગોહિલ, ભરત પટેલ અને વંદના ઝનોરાએ દાવેદારોને સાંભળ્યા હતા.

ભરૂચ નગર સેવા સદનના 11 વોર્ડની 44 માટે દાવેદારોનો જાણે રાફડો ફાટયો હતો. 44 બેઠક માટે 200થી વધુ ફોર્મની વહેચણી થઈ હતી. નિરીક્ષકો દાવેદારોને સાંભળી રિપોર્ટ તૈયાર કરશે અને ત્યાર બાદ પ્રદેશ કક્ષાએ રિપોર્ટ સોપાયા બાદ ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં સત્તાવાર યાદી જાહેર કરવામાં આવે એવી શકયતા છે.

Next Story