નેશનલ હાઇવે ૪૮ પર આવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામની સીમમાં આવેલી કિસ્મત કાઠિયાવાડી હોટલ પર ચાલતા ચાલતાં જુગારધામ પર વડોદરા ગ્રામ્ય એલ સી બી એ ત્રાટકીને ૧૭ જુગારીઓને ઝડપી પાડતા જુગાર રમતા જુગારીઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

પોલીસ સુત્રિય માહિતી અનુસાર પાલેજ નજીક આવેલા સાંસદ ગામની સીમમાં આવેલી કિસ્મત કાઠિયાવાડી હોટલ પર જુગાર રમાઇ રહ્યો હોવાની માહિતીના આધારે જિલ્લા એલ.સી.બી એ કરજણ તાલુકાની સાસરોદ ગામની હદમાં પાલેજ નજીક ખાતે આવેલ હોટલ ઉપર થી જુગાર ધામ ઝડપી પાડયુ હતું.

પાલેજ નેશનલ હાઇવે ૪૮ ઉપર આવેલ કિસ્મત કાઠિયાવાડી હોટલના ઉપરના માળે ચાલતા જુગાર ધામ પર પોલીસે છાપો મારી જુગાર રમતા ૧૭ જુગારીઓની ધરપકડ કરી હતી.

ઝડપાયેલા આરોપીઓ સાથે પોલીસે ૯ બાઈક ૧ રિક્ષા અને મોબાઈલ મળી કુલ પાંચ લાખ સાત હજારનો મુદામાલ કબજે કર્યો હતો. પાલેજ પોલીસ મથકની હદથી નજીકના અંતરમાં આવેલ હોટલમાં ચાલતું જુગારધામ પકડાતા ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જે હોટલ પર જુગાર ચાલતો હતો તે ભરૂચ ભાજપા તાલુકા મંત્રી જયેશ સોજીત્રાની હોટલ હોવાની માહિતી સાંપડી છે.

 

LEAVE A REPLY