ભરૂચઃ BJPનાં કાર્યકરોના દારૂની મહેફિલના વીડિયો અંગે જિલ્લા પ્રમુખે ફેરવી તોળ્યું

339

મીડિયા સાથેની વાતમાં એક વખત કહ્યું વીડિયો નથી જોયો અને ફરી કહ્યું કે જોયો છે…હવે સાચું શું??

ભરૂચ ભાજપનાં કાર્યકરોનો દારૂની મહેફિલ માણતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયલર થયો હતો. જે હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ આ સમગ્ર મામલે બે તરફી નિવેદન આપી રહ્યાં હોય તેવલું જણાઈ રહ્યું છે. સમગ્ર પ્રકરણમાં જાણે વીડિયોમાં દેખાતા કાર્યકરો નિર્દોષ હોય તેવું વલણ જિલ્લા ભાજપ પ્રમુખના વિનેદન ઉપરથી હાલ એવું જણાઈ રહ્યું છે.

રાજ્યમાં દારૂબંધીના કાયદાના ચુસ્ત અમલવારીની સાથે શિસ્તમાં માનનારી ભારતીય જનતા પાર્ટી વિવિધ રીતે ભીંસમાં આવી રહી છે. તો ભરૂચ જિલ્લામાં પણ તાજેતરમાં જ ભાજપનાં કાર્યકરો તાલુકા ભાજપ પ્રમુખની જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા હોય તેવો વીડિયો વાયરલ થતાં ભારે ચર્ચાઓ જાગી હતી. હવે શિસ્તમાં માનતી ભાજપ જાણે આ કાર્યકરોને બચાવવામાં માનતી હોય તે પ્રકારનાં કુણા વલણ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ પણ નિવેદનો આપવાનું જાણે ક્યાંકને ક્યાંક ટાળતા હોય તેવું જણાઈ રહ્યું છે.

મીડિયા દ્વારા તેમની સાથે વાતચીત કરતાં તેમને પુછવામાં આવ્યું કે, તમે એ વીડિયો જોયો છે કે કેમ ? તો તેમણે સામે જવાબ આપ્યો હતો કે મેં વીડિયો નથી જોયો. તો બીજી તરફ તેમણે એવું કહ્યું કે, કાર્યકરોના વાયરલ થયેલા વીડિયો સંદર્ભે પાર્ટીની ફોરમમાં રજૂઆત કરી છે. અને હવે કોઈપણ નિર્ણય પ્રદેશ કક્ષાએથી જ લેવાશે. પરંતુ મીડિયાના મિત્રોએ જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખને પુછ્યું કે તમે વીડિયો જોયો નથી તો પ્રદેશ કક્ષાએ  રજૂઆત કેવી રીતે કરી ? તો તેમણે કહ્યું કે હા મેં વીડિયો જોયો છે. હવે આ બન્ને તરફી નિવેદનથી જાણે એવું સાબિત થઈ રહ્યું છે કે વીડિયોમાં દેખાતા કાર્યકરોને ક્યાંક ને ક્યાંક બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અને સમગ્ર પ્રકરણ ઉપરથી જાણે પડદો પાડી દેવાની વાત હોય તેવું તેમનાં નિવેદનો ઉપરથી જણાઈ રહ્યું છે.

LEAVE A REPLY