Connect Gujarat
Featured

ભરૂચ : ભાજપના આગેવાનો પોતે માસ્ક પહેરીને ગયા અને બાળકોને રાખ્યાં માસ્ક વિના

ભરૂચ : ભાજપના આગેવાનો પોતે માસ્ક પહેરીને ગયા અને બાળકોને રાખ્યાં માસ્ક વિના
X

રાજયની ભાજપ સરકાર કોરોનાના નામે સામાન્ય નાગરિકો માટે કડક નિયમો બનાવી દંડની વસુલાત કરી રહી છે પણ ભાજપના નેતાઓ અને કાર્યકરોને આ નિયમો લાગુ ન પડતાં હોય તેમ લાગી રહયું છે. દેશના પુર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે ભરૂચમાં બિસ્કીટ વિતરણ કરવા નીકળેલાં ભાજપના નેતાઓએ બાળકોને જ માસ્ક વિના રાખ્યાં હતાં.

તમે જે દ્રશ્યો જોઇ રહયાં છો તે દ્રશ્યો છે. ભરૂચની મામલતદાર કચેરી નજીક આવેલાં સ્લમ વિસ્તારના… જેમાં ભાજપના નેતાઓ પોતે માસ્ક પહેરીને બિસ્કીટ વિતરણ કરી રહયાં છે અને બિસ્કીટ લેવા આવેલાં બાળકોએ માસ્ક પહેર્યું છે કે નહિ, તેઓ સામાજીક અંતર જાળવીને બેઠા છે કે નહિ તે જોવાની તસ્દી સુધ્ધા ભાજપના નેતાઓ લઇ રહયાં નથી.

કોરોના વાયરસના કહેર વચ્ચે કેન્દ્ર સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે અને માસ્ક ફરજિયાત પહેરવું તથા સામાજીક અંતર જાળવવું ફરજિયાત છે. આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ કહી ચુકયાં છે કે જબ તક દવાઇ નહિ તબ તક ઢીલાશ નહિ. પણ ભાજપના હરખઘેલા નેતાઓને કઇ પડી ન હોય તેમ લાગી રહયું છે. ભરૂચ ખાતે આયોજીત કાર્યક્રમમાં નિયમોના ધજાગરા ઉડયાં હતાં. ભાજપના આગેવાનોએ બાળકોને બિસ્કિટના બદલે માસ્કનું વિતરણ કર્યું હોત અને માસ્કની ઉપયોગીતા સમજાવી હોત તો કદાચ સ્વ. અટલ બિહારી વાજપેયીને સાચી શ્રધ્ધાજલિ આપી ગણાત.

Next Story