ભરૂચ : ઝઘડીયાની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટ, ત્રણ કામદારો પર ઉડયું એસિડ

0
National Safety Day 2021

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝમાં ગુરૂવારના સાંજના સમયે બ્લાસ્ટ થતાં ત્રણ કામદારો દાઝી ગયાં હોવાની વિગતો સપાટી પર આવી છે. કંપનીના નાઇટ્રીક એસિડ પ્લાન્ટમાં મોટરમાં ક્ષતિ સર્જાયા બાદ મોટો ધડાકો થયો હતો. ધડાકાના કારણે એસિડ પડવાના કારણે નજીકમાં રહેલાં ત્રણ કર્મીઓ દાઝી ગયાં હતાં. તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.


ઝઘડીયા જીઆઈડીસીની આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં ગુરૂવારે સાંજના સમયે એક મોટો ધડાકો થયો હતો.ધડાકામાં ત્રણ જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. આરતી ઈન્ડસ્ટ્રીઝમાં આવેલ નાઈટ્રિક એસિડ પ્લાન્ટમાં આજે સાંજના સમયે ત્રણ જેટલા કામદારો કામ કરતા હતા.તે દરમ્યાન અચાનક પંપમાં બ્લાસ્ટ થતા ખૂબ મોટો ધડાકો થયો હતો.આ ધડાકા દરમ્યાન ત્રણ જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.ઇજાગ્રસ્તોમાં  દિલીપ પટેલ, દેવા રાઠવા તથા અન્ય એક કામદારનો સમાવેશ થવા જાય છે. ભરૂચ જિલ્લામાં અનેક કંપનીઓ આવેલી છે અને તેમાં છાશવારે અકસ્માત તેમજ અન્ય બનાવો બનતાં હોય છે. આવા સંજોગોમાં કામદારોના જીવ જોખમમાં મુકાય જતાં હોય છે. કામદારોની સલામતી માટે પુરતાં પગલાં ભરવામાં આવે તે જરૂરી અને આવશ્યક બની ચુકયું છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here