Connect Gujarat
Featured

ભરૂચ: ગાયત્રી પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં રક્તદાન શિબિર યોજાઇ, જુઓ હેતુ

ભરૂચ: ગાયત્રી પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં રક્તદાન શિબિર યોજાઇ, જુઓ હેતુ
X

ભરૂચના ગાયત્રી પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર સેવા ટ્રસ્ટ સંચાલિત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.વિશ્વ કલ્યાણની ભાવના સાથે ગુજરાત ભરમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા 2400 યુનિટ રાક્ત એકત્ર કરવાના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી સેવા કાર્ય કર્યું હતું.

Next Story
Share it