કુકરવાડા ગામ પાસે એક ખાનગી કંપની દ્વારા રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે

ભરૂચ તાલુકામાં આવેલાં કુકરવાડા ગામ પાસે એક ખાનગી કંપની દ્વારા રેલવે બ્રીજ બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે. દરમિયાન આજે સવારે એક શ્રમજીવી બ્રીજ પરથી નીચે પટકાતાં તેનું ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રીય માહિતી અનુસાર, ભરૂચ તાલુકામાં આવેલાં કુકરવાડા પાસે નર્મદા નદી પર રેલવે બ્રીજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં કામ કરતાં શ્રમજીવીઓ માટે નજીકમાં જ ઈજારદાર કંપની દ્વારા લેબર કોલોની પણ બનાવવામાં આવી છે. જેમાં રહી કામદારો બ્રીજનું કામ કરે છે.

આજે મંગળવારે સવારના સમયે શ્રમજીવીઓ બ્રીજ બનાવવાની કામગીરી કરી રહ્યાં હતાં. તે વેળાં રીન્કુકુમાર મહેરસિંગ સીંગ નામનો એક કામદાર બ્રીજ પર સેફ્ટી બેલ્ટ બાંધી કામગીરી કરી રહ્યો હતો. તે વેળાં એક એંગલમાં હૂક લગાવતી વેળાં તેનું સંતુલન નહીં રહેતાં તે નીચે નદીમાં પડી ગયો હતો. તેને તાત્કાલિક નદીમાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં લાવતાં તબીબે તેને તપાસતાં તેનું મોત નીપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here