Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં બાયપાસ સોસાયટીના રહીશો દ્વારા પુન: કરાયો ચક્કાજામ

ભરૂચમાં બાયપાસ સોસાયટીના રહીશો દ્વારા પુન: કરાયો ચક્કાજામ
X

રોડની બિસ્માર હાલતથી કંટાળી સ્થાનિકો અને દુકાનદારો દ્વારા પુન: કરાયો ચક્કાજામ

જંબુસર બાયપાસ ચોકડી એ ઘણા સમયથી વાહનચાલકો માટે અને આજુબાજુના રહેવાસીઓ માટે એક માથાના દુખાવા સમાન થઈ ગઈ છે.

આ બાયપાસ ચોકડી પર જ્યારે પણ મોટા વાહનો પસાર થાય છે ત્યારે રોડ બિસ્માર હાલતમાં હોય તેની રચના દૂર સ્વરૂપે બની ઉડતી રહેતી હોય છે જેનાથી આજુબાજુ ના રહેશો અને દુકાનદારો કંટાળી ચુક્યા હતા જેથી આજે ત્યાંના સ્થાનિકોએ બાયપાસ ચોકડી ને ચક્કાજામ કરી પોતાનો વિરોધ કર્યો હતો.

ભરૂચ બાયપાસ ચોકડી વાહનોથી હર હંમેશ વ્યસ્ત ચોકડી કહેવામાં આવે છે. આ ચોકડી પરથી દહેજ થી ભરૂચ ભરૂચથી જંબુસર જવાનો મુખ્ય માર્ગ હોય હંમેશા વાહનોથી ઘમઘમતો રોડ અહીંયા જોવા મળે છે અને રસ્તો ખરાબ હોવાથી ઘણી વખત અકસ્માતોનો પણ ભય રહેલો છે. આ બાયપાસ ચોકડી પાસે ઘણી શાળાઓ પણ આવેલી હોય ત્યાંથી પસાર થતા બાળકોને પણ આ અકસ્માતના ભયનો સામનો કરવો પડે છે.

બિસ્માર જંબુસર બાયપાસ રોડ તરફ તંત્રના ઉપેક્ષિત વલણ સામે આજે સ્થનિકોનો વિરોધ કરી ચક્કાજામ કરી પ્રદર્શન કરવામા આવ્યું હતું. આ વિસ્તારની અંદર રોડ ના કારણે ધૂળની ડમરીઓ કુરતી નજરે પડે છે એક નજરે તો જેમ કે સવારે ધુમ્મસભર્યું વાતાવરણ હોય તેવું પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે લોકોને સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થઇ રહ્યું છે ઘણી વખત આ વસ્તુ માટે આંદોલન સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છતાં અને ઉપર કોઈપણ નિર્ણય ના આવતા આખરે સ્થાનિકોએ પુન: ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી પર ચક્કાજામ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

Next Story