Connect Gujarat
Featured

ભરૂચ : સી.એસ.સી. પ્રોજેક્ટ હેઠળ કુલ 116 લાભાર્થીઓને ન્યુટ્રીશન કીટ અર્પણ કરાઇ

ભરૂચ : સી.એસ.સી. પ્રોજેક્ટ હેઠળ કુલ 116 લાભાર્થીઓને ન્યુટ્રીશન કીટ અર્પણ કરાઇ
X

ભરૂચ ખાતે બીડીએનપી સાથે જોડાયેલા વિહાન સી.એસ.સી. પ્રોજેક્ટ હેઠળ કુલ 116 લાભાર્થીઓને માતૃ સંસ્થા GSNPના માર્ગદર્શન મુજબ "અક્ષયપાત્ર ફાઉન્ડેશન" દ્વારા સહાય સામગ્રી ન્યુટ્રીશન કીટ અર્પણ કરવામાં આવી હતી.

ભરૂચ ખાતે સી.એસ.સી. પ્રોજેકટ હેઠળ કુલ 116 લાભાર્થીઓને અક્ષયપાત્ર ફાઉન્ડેશનના આસિસ્ટન મેનેજર ભાવિન ચૌધરી, સિનિયર એજ્યુકેટેડ રાકેશ હડિયા, સુપરવાઈઝર સંતોષકુમાર, ડીટીઓ ઓફિસર ડો. મુનિરા શુક્લા તેમજ બીડીએનપી+ સ્ટાફની ઉપસ્થિતિમાં 5 કિલો ઘઉંનો લોટ, 1 કિલો તેલ, 500 ગ્રામ ચણા, 1 કિલો ચણાદાળ, 500 ગ્રામ તુવેરદાળ, 100 ગ્રામ મરચું, 100 ગ્રામ ધાણાજીરું પાઉડર, 100 ગ્રામ હળદર પાઉડર, 200 ગ્રામ ગરમમસાલો, 100 ગ્રામ રાઈ, 1 કિલો મીઠું, 1 કિલો ખાંડ, નાહવા માટેના સાબુ, 1 કિલો ભાતના ચોખા અને 1 કિલો ખીચડીના ચોખા સહિતની ન્યુટ્રીશનની સહાય સામગ્રીનો સહયોગ પ્રાપ્ત થયો છે. ઉપરાંત બીડીએનપી+, જી.એસ.એન.પી., અને અક્ષયપાત્ર ફાઉન્ડેશનના પ્રતિનિધીઓની ઉપસ્થિતિમાં વિધવા બહેનો, સગર્ભા બહેનો, માઈગ્રન્ટ અને અનાથ બાળકો, જરૂરિઆતમંદો મળી કુલ 116 ન્યુટ્રીશન કીટ અર્પણ કરવામાં આવી હતી.

Next Story