Connect Gujarat
ગુજરાત

ભરૂચ: ધમણાદમાં કેનાલના રીપેરીંગ વિના છોડાયું પાણી, જુઓ ખેડૂતોની શું થઇ હાલત

ભરૂચ: ધમણાદમાં કેનાલના રીપેરીંગ વિના છોડાયું પાણી, જુઓ ખેડૂતોની શું થઇ હાલત
X

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ધમણાદ ગામેથી પસાર થતી નર્મદા કેનાલના રીપેરીંગ વિના જ પાણી છોડવામાં આવતાં પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યાં છે જેનાથી 180 વિંઘા કરતાં વધારે જમીનમાં ખેતીને નુકશાન થતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહયો છે.

આમોદ તાલુકાનાં ઘમણાદથી પસાર થતી નર્મદા નહેરની કેનાલમાં ઝાડી -ઝાંખરા તેમજ ભંગાણ પડવા બાબતે ખેડૂતોએ નર્મદા નિગમની કચેરી 20 દિવસ પહેલાં જ જાણ કરી હતી. રજૂઆત બાદ નિગમના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. નહેરના રીપેરીંગ માટે સ્થળ પર રેતી સહિતનું મટીરીયલ્સ પણ લાવી દેવામાં આવ્યું છે. નહેરના સમારકામ વિના જ પાણી છોડી દેવામાં આવતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં જેના કારણે ખેતરોમાં દેશી મગ, દિવેલા, કપાસ સહિતના પાકોને નુકશાન થયું છે. ખેડૂતોએ રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, કેનાલોના રીપેરીંગ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે પણ કેનાલોની સ્થિતિ સુધરતી નથી અને તેના માટે અધિકારીઓની આળસ અને બેદરકારી જવાબદાર છે.

Next Story