Connect Gujarat
Featured

ભરૂચ : જિલ્લામાં કોરોનાના કેસ વધ્યાં, ESIC હોસ્પિટલ ખાતે પણ અપાશે સારવાર

ભરૂચ : જિલ્લામાં કોરોનાના કેસ વધ્યાં, ESIC હોસ્પિટલ ખાતે પણ અપાશે સારવાર
X

ભરૂચમાં વધતા જતા કોરોનાના કેસોને લઈ અંકલેશ્વરની ESIC જનરલ હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. જયાબેન મોદી બાદ હવે વધુ એક હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓને સારવાર મળી રહેશે.

ભરૂચ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં કોરોનાવાયરસના રોજના સરેરાશ 10થી 12 જેટલા પોઝિટિવ કેસ નોંધાય રહયાં છે. લોકડાઉનમાં છુટછાટ મળતાંની સાથે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લોકોની અવરજવરમાં વધારો થયો છે.

કોરોના સંક્રમિત જિલ્લાઓમાંથી ભરૂચ જિલ્લામાં આવેલાં લોકો ભરૂચ જિલ્લાવાસીઓ ના સંપર્કમાં આવતા હવે લોકલ ટ્રાન્સમિશનથી કોરોના વાયરસ ઝડપથી ફેલાય રહયો છે. ભરૂચ જિલ્લામાં અન્ય જિલ્લા કે રાજ્યમાંથી આવતા લોકો હોમ કવોરન્ટાઇન થવું પડે તે માટે જિલ્લા પોલીસ કે વહીવટીતંત્ર ને જાણ કરવાનું ટાળી રહ્યા છે.ગત ૨૩મી જૂનના રોજ જંબુસરની અલ મહેમુદ ટ્રસ્ટ સંચાલિત અલ મેહમુદ હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર કર્યા બાદ હવે અંકલેશ્વરની એસિક જનરલ હોસ્પિટલને ૧૦૦ બેડની કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. સરકારની માર્ગદર્શિકા હેઠળ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર અપાશે.PPE કીટ સહિત અન્ય આરોગ્યલક્ષી સુવિધા પ્રાપ્ત કર્યા બાદ કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપવાનું શરૂ કરવામાં આવશે.

Next Story