Connect Gujarat
Featured

કાળઝાળ ગરમી વચ્ચે આવતીકાલે અડધા ભરુચ શહેરમાં વીજ પુરવઠો બંધ રહેશે, વીજ કાપને પગલે પાણી પુરવઠો પણ બંધ રહેશે

કાળઝાળ ગરમી વચ્ચે આવતીકાલે અડધા ભરુચ શહેરમાં વીજ પુરવઠો બંધ રહેશે, વીજ કાપને પગલે પાણી પુરવઠો પણ બંધ રહેશે
X

ભરૂચમાં કાળઝાળ ગરમી વચ્ચે આવતીકાલે અડધા શહેરમાં વીજ પુરવઠો બંધ રહેશે. વીજ કંપની દ્વારા 7 ફિડરો પર સમારકામ કરવામાં આવનાર હોવાથી વીજ પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો સાથે જ નગર પાલિકા દ્વારા અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે.

ભરૂચ શહેરમાં શનિવારે વીજ વિભાગ દ્વારા વિવિધ ફિડરોનું સમારકામની કામગીરી કરવામાં આવનાર છે. જેના કારણે 66 કેવી પાંચબત્તી અને 66 કેવી ભરૂચ બી સબ સ્ટેશનોમાંથી નિકળતા 7 ફિડરોનું સમારકમ હોવાથી વીજ પુરવઠો બંધ રહેશે.11 કેવી ડુંગરી, 11 કેવી સેવાશ્રમ, 11 કેવી મહંમદપુરા, 11 કેવી ટોરેન્ટ, 11 કેવી શક્તિનાથ, 11 કેવી નંદીની અને 11 કેવી એપીએમસી ફીડર હેઠળ આવતા વિસ્તારમાં વીજકાંપ રહેશે.

પાંચબત્તીથી શક્તિનાથ સર્કલ, શક્તિનાથથી શ્રવણચોકડી, શક્તિનાથથી ભારતી રો હાઉસ સુધી, પાંચબત્તીથી મહમદપુરા સર્કલ, મહમદપુરા સર્કલથી બંબાખાના, મહમદપુરાથી સંતોષી વસાહત, શ્રવણ ચોકડીથી જંબુસર ચોકડી, પાંચબત્તીથી જુનુ ભરૂચ, ડુંગરી શેરપુરા રોડ, તેેમજ આજુબાજુના વિસ્તારોમાં વીજ પુરવઠો મળી શકશે નહી.

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના ગ્રાહકોને શનિવારે વીજ પુરવઠો ખોરવાશે. સવારે 8થી સાંજે 6 દરમિયાન સમારકામ પુરૂ થયા બાદ વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે. આમ કાળઝાળ ગરમીમાં આવતીકાલે અડધા ભરુચ શહેરમાં વીજ પુરવઠો બંધ રહેશે અને શહેરીજનોએ ગરમીમાં શેકાવાનો વારો આવશે. વીજ કાપના પગલે ભરુચ નગર સેવા સદન દ્વારા અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે.

Next Story