Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લામાં બેવડી ઋતુના પગલે વકર્યો રોગચાળો !

ભરૂચ જિલ્લામાં બેવડી ઋતુના પગલે વકર્યો રોગચાળો !
X

તાવ,શરદી,ઝાડા,ઉલ્ટીના ક્સોમાં ૧૫ થી ૨૦% નો વધારો

પ્રજાને ખુલ્લા ખોરાક ન ખાવા અપીલ કરતા આરોગ્ય અધિકારી

તાજેતરમાં જ અનરાધાર વરસાદ બાદ તુરંત શરૂ થયેલ બેવડી ઋતુના એહસાસે ભરૂચ જિલ્લામાં રોગચાળાએ પુન: માથું ઉંચકતા તેના કેસોમાં ૧૫ થી ૨૦%નો વધારો જોવા મળી રહ્યો છે.ભરૂચ સિવિલ હોસ્પીટલ્માં શરદી,ખાંસી,તાવ,કલતર તેમજ ઝાડા-ઉલટીના કેસોના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થવા પામ્યો છે.તો ખાનગી દવાખાના પણ દર્દીઓથી ઉભરાતા નજરે પડ્યા છે.

હાલમાં ચાલી વરસેલા અનરાધાર વરસાદ અને ભરૂચ શહેર અને જિલ્લામાં વધતી ગંદકીએ માઝા મુકતા તેમજ બેવડી ઋતુના પગલે જિલ્લામાં શરદી,ખાંસી,તાવ,કળતર અને ઝાડા-ઉલટીના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ભરૂચ શહેરમાં નગરપાલિકા તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી ચેકિંગના અભાવે ખુલ્લેઆમ અખાદ્ય વસ્તુઓનું વેચાણ થઇ રહયું છે તેવામાં સિવિલ હોસ્પિટલમાં ૧૫ દિવસમાં જ ૫,૪૨૬ ઓપીડી નોંધાઇ છે અને તેમાંથી 100 ઉપરાંતના કેસો ઝાડા ઉલટીના હોવાની વિગતો બહાર આવી છે...

છેલ્લા ૨૦ દિવસ ઉપરાંત સતત વરસાદી માહોલ રહેવાના કારણે હાલમાં શહેરના નિચાણવાળા વિસ્તારો અને મેદાનોમાં ભરાયેલાં પાણીના કારણે કાદવ-કિચ્ચડ અને ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. શહેરમાં વિવિધ સ્થળોએ પાણીપુરી તેમજ અન્ય ખાદ્ય વસ્તુઓનું વેચાણ થઇ રહયું છે. નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી નકકર પગલાં નહિ ભરાતાં અખાદ્ય વસ્તુઓ વેચાઇ રહી છે અને તે લોકોના આરોગ્યને બગાડી રહી છે.

માત્ર ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જ છેલ્લાં ૧૫ દિવસમાં ૫૪૨૬ ઓપીડી કેસ નોંધાયાં છે. સિવિલમાં ૧૦૦ થી વધુ લોકોને ઝાડા ઉલટીની બિમારીના કારણે દાખલ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાદ સફાળી જાગેલી ભરૂચ નગર પાલિકાએ મોડેમોડે પણ નગર માં સફાઈ કામગીરી તેમજ પાણીપુરી તેમજ ખાણી પીણી ની લારીઓ ઉપર તપાસ કરવાની કવાયત હાથધરી હતી.

ભરૂચ જિલ્લામાં વકરતા જતા રોગચાળા બાબતે સિવિલ હોસ્પીટલના આર.એમ.ઓ અસ.આર પટેલે જણવ્યું કે હાલ બેવડી ઋતુના પગલે શરદી,તાવ,કળતર તેમજ ઝાડા ઉલ્ટીના કેસોની સંખ્યા વધતા ઓપીડી ઉપર દર્દીઓનો ધરાસો વધ્યો છે. પરંતુ ગંભીર કહી શકાય તેવાકોઇ કેસો આવ્યા નથી. તેમજ અમારી તબીબોની ટીમની દેખરેખમાં દાખલ થયેલા કેસોની વિષેશ કાળજી પણ લેવાય છે.અહીં ઓઆરએસનું પાણીના જગ પણ મુક્યા છે.

  • ઓ.પી.ડીના પ્રમાણમાં ૧૫ થી ૨૦ %નો વધારો : જિલ્લા આરોગ્ય અધિકારી ત્રિપાઠી

વરસાદી વાતાવરણના પગલે ઓ.પી.ડીનું પ્રમાણ અઠવાડીયાના ૧૩૦૦૦ જેટલું હતું તેમાં ૧૫% જેટલો વધારો થવા પામ્યો છે. તેમજ ડાયેરીયા (ઝાડા-ઉલ્ટી)ના કેસોમાં ૨૦% જેટલો વધારો નોંધાવા પામ્યો છે.આના માટે અમો પુરતી તકેદારી લઈએ છીયે અને તેના માટે જરૂરી ક્લોરીન પાવડર, ટી.સી.એલ, ઓ.આર.એસ શિતની જરૂરી દવાઓ પુરતા પ્રમાણમાં છે. જિલ્લાના દરેકને હાલમાં બજારની ખુલ્લી પાણીપુરી,ચાટ જેવી વસ્તુ ના ખાવા તેમજ ક્લોરીન યુક્ત પાણી અથવા ઉકાળેલું પાણી પીવું જોઇએ તેવી અપીલ પણ કરી હતી.

Next Story