Connect Gujarat
ગુજરાત

ભરૂચ : સિવિલ હોસ્પિટલ ખાતે એઇડસગ્રસ્ત વ્યકતિઓ માટે યોજાયો ખાસ કાર્યક્રમ

ભરૂચ : સિવિલ હોસ્પિટલ ખાતે એઇડસગ્રસ્ત વ્યકતિઓ માટે યોજાયો ખાસ કાર્યક્રમ
X

ભરૂચ ડિસ્ટ્રીક્ટ નેટવર્ક ઓફ પીપલ લિંવીગ વિથ HIV અને BDNPના સંયુક્ત ઉપક્રમે

એઇડસગ્રસ્ત વ્યકતિઓ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

સિવિલ હોસ્પિટલ ખાતે યોજવામાં આવેલાં કાર્યક્રમ દરમિયાન વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે એચઆઈવી સાથે જીવતા લોકો જેમાંથી જે મૃત્યુ પામ્યાં છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું .સામાન્ય લોકો એચઆઈવીગ્રસ્ત લોકો માટે શું માન્યતા ધરાવે છે તે માટે તેમના વિચારો પેપર ઉપર લખી સમર્થન પ્રવૃત્તિ કરવામાં આવી હતી. તેઓ એચઆઇવીગ્રસ્ત સમુદાયને સમર્થન આપે તેવા સંકલ્પ સાથે સહી ઝૂંબેશ કરાઇ હતી. આ ઉપરાંત પોસ્ટર પ્રદર્શન, પેમ્પ્લેટ વિતરણ સહિતની પ્રવૃતિ કરવામાં આવી હતી.

Next Story