Connect Gujarat
ગુજરાત

ભરૂચ : સિવિલ હોસ્પિટલમાં બાંધકામ દરમિયાન 200 ફૂટ ઉપરથી પડયો સામાન, જુઓ શું થયું પછી ?

ભરૂચ : સિવિલ હોસ્પિટલમાં બાંધકામ દરમિયાન 200 ફૂટ ઉપરથી પડયો સામાન, જુઓ શું થયું પછી ?
X

ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થયા બાદ તેના

વિસ્તૃતિકરણની કામગીરી દરમિયાન ક્રેઇનમાંથી સામાન પડતાં નજીકમાં ચાલી રહેલા

લગ્નપ્રસંગમાં ભાગદોડ મચી ગઇ હતી. લોખંડનો સામાન પડવાથી એક બાઇકને નુકશાન થયું

હતું.

ભરૂચની સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થઇ ગયા બાદ તેની ક્ષમતામાં વધારો કરાઇ રહયો છે. સિવિલ હોસ્પિટલની હાલની ઇમારત ઉપર નવા માળ બનાવવામાં આવી રહયાં છે. નવા બાંધકામની કામગીરી માટે વિશાળ ક્રેનનો ઉપયોગ કરાઇ રહયો છે. મંગળવારના રોજ ક્રેઇનમાંથી લોખંડનો સામાન નીચે પડવાની ઘટના બની હતી. હોસ્પિટલની બાજુમાં સી.એમ પાર્ટી પ્લોટમાં લોખંડના સળિયાનો જથ્થો ૨૦૦ ફૂટ ઉંચાઈ પરથી નીચે પડતાં ત્યાં ચાલી રહેલાં લગ્નપ્રસંગમાં દોડધામ મચી ગઇ હતી. લોખંડના સળિયા પડવાના કારણે એક મોટરસાયકલને નુકશાન થયું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે રોજના સેંકડો દર્દીઓ તથા તેમના સ્વજનો આવતાં હોય છે ત્યારે જો સામાન સિવિલ હોસ્પિટલના પટાંગણમાં પડયો હોત તો મોટી હોનારત થવાની શકયતા નકારી શકાય તેમ ન હતી. બાંધકામ દરમિયાન લોકોની સલામતીના પુરતા પગલાં ભરવામાં આવે તેવી લોકો માંગ કરી રહયાં છે.

Next Story