Connect Gujarat
ગુજરાત

ભરૂચ સિવિલ પુન: એક વાર બંધ કોલ્ડ સ્ટોરેજ મુદ્દે વિવાદમાં

ભરૂચ સિવિલ પુન: એક વાર બંધ કોલ્ડ સ્ટોરેજ મુદ્દે વિવાદમાં
X

મોતનો મલાજો ન જળવાતા લોકોમાં આક્રોષ સાથે સિવિલ સત્તાધિશો સામે રોષ

ભરૂચ સિવિલ તેના સુદ્રડ વહિવટના કારણે વારંવાર વિવાદની એરણે ચઢી પોતાની સુદ્રડતા અને ઉત્તમ વહિવટનું ઉદાહરણ પુરૂ પાડતી નજરે પડે છે. પ્રજાની સુખાકારી માટે અદ્યતન ઇમારત સાથે બનાવાયેલ ભરૂચ જનરલ હોસ્પીટલ પુન: એકવાર તેના બંધ કોલ્ડ સ્ટોરેજના કારણે વિવાદમાં આવી છે.

વારંવાર કોલ્ડ સ્ટોરેજ બંધ થવાના પગલે તેમાં રખાયેલ મૃતદેહ સડી જઈ અતિ દુર્ગંધ મારતા તેમજ અતિ વિકૃત બનતા લોકોમાં સિવિલ સત્તાધિશો પ્રત્યે રોષ ફેલાયો છે.

આ અંગે છેલ્લા ૧૫ વર્ષથી સમાજસેવા અને બિનવારસી મૃતદેહોને અંતિમ મંઝીલે પહોંચાડવાનું ભગીરથ કામ કરતા ભરૂચ શાંતિવન સ્મશાનના કેરટેકર ધર્મેશ સોલંકીએ પોતાનો રોષ અને નારાજગી વ્યકત કરતા જણાવ્યું હતું કે, બે દિવસ અગાઉ નબીપુર અને પાલેજ પોલીસ મથકની હદમાં આવેલ વરેડીયા અને નબીપુર વચ્ચે એક ૨૨ વર્ષીય યુવાનનું રેલ અકસ્માત દરમિયાન માથામાં થયેલ ગંભીર ઇજાઓના પગલે મોત નીપજવાની ઘટના બનવા પામી હતી.

રેલ અકસ્માતમાં મરણ જનાર યુવાનના મૃતદેહને પી.એમ. અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે લવાયો હતો જયાં પી.એમ. બાદ મરનારના મૃતદેહને તેના વાલી વારસો મળી આવે તે હેતુસર ૨૪ થી ૪૮ કલાક સુધી ભરૂચ સિવિલ હોસ્પીટલના કોલ્ડ સ્ટોરેજમાં સાચવણી અર્થે મુકવામાં આવે છે. જેથી જો તેના કોઇ સગામળે તેની ઓળખ થયે તેની લાસ અંતિમક્ર્રિયા અર્થે સુપ્રત કરી શકાય.પરંતુ કોલ્ડ સ્ટોરેજ ખોટકાતા અંદર મુકેલ મૃતદેહની હાલત એટલી ખરાબ બનવા પામી છે કે તેના સગા તો શૂં પણ સામાન્ય માણસ પણ તેને ઓળખી ના શકે અને તેની પાસે ઉભો પણ ના રહી શકે.

ભરૂચ સિવિલના વહિવટ કર્તાઓને મોતનો મલાજો જાળવવા વારંવાર ધર્મેશ સોલંકી દ્વારા રજૂઆતો કરાઇ છે છતાં થોડા સમય માટે આ કોલ્ડ સ્ટોરેજની મરામત કરાવી ચાલુ કરાવી તેઓ સંતોષ માને છે પણ વારંવાર બંધ થતા કોલ્ડ સ્ટોરેજ ની યોગ્ય માવજત કરી તેને કાર્યાંવીત કરવામાં સિવિલ સત્તાધિશો આંખ આડા કાન કરે છે. આ બાબતે ધર્મેશ સોલંકીએ સિવિલના કર્તાહર્તાઓને જવાબદાર ગણાવી મોતનો મલાજો જાળવવાની તાકીદ સાથે કહું કે આ બોડી એટલી હદે સડી ગઈ છે કે તેને ઉંચવું,બાંધવું તો દુરની વાત છે પણ તેની પાસે ઉભા રહેવું પણ અશક્ય બન્યું છે. જો આવીને આવીજ પરિસ્થીતિ રહી તો અમે આ બિનવારસી લાસોને અંતિમ મંઝીલે પહોંચાડવાનું કામ બંધ કરીશુંની ચિમકી પણ ઉચ્ચારી કોલ્ડ સ્ટોરેજને યોગ્ય માવજત સાથે કાર્યાંવીત કરવા માંગ કરી હતી.

Next Story