Connect Gujarat
Featured

ભરૂચ : સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજાઇ, કોરોના વાયરસને પહોંચી વળવા તંત્ર સજ્જ

ભરૂચ : સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજાઇ, કોરોના વાયરસને પહોંચી વળવા તંત્ર સજ્જ
X

કોરોના વાયરસને પહોંચી વળવા ગુજરાત સરકાર સજ્જ બની છે, ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને પગલે રાજ્ય સરકાર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે કોરોના વાયરસની અસરના પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી.મોડિયાની અધ્યક્ષતામાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કોરોના વાયરસના કેસ સામે આવે તો અગમચેતીના ભાગરૂપે કરવામાં આવતી કામગીરીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સિવિલ હોસ્પિટલના તબીબી કર્મચારીઓને કોરોના વાયરસ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જોકે એક સમયે મોકડ્રિલ જોતાં સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

Next Story