Connect Gujarat
Featured

ભરૂચ : સિવિલમાં જુના સ્ટાફ સાથે અસભ્ય વર્તન કરાતું હોવાની ફરિયાદ, સફાઇ કર્મીઓના ધરણા

ભરૂચ : સિવિલમાં જુના સ્ટાફ સાથે અસભ્ય વર્તન કરાતું હોવાની ફરિયાદ, સફાઇ કર્મીઓના ધરણા
X

ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થયા બાદ એડમિનિસ્ટ્રેશન બદલાતા જુના સ્ટાફ સાથે તુચ્છ વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે સફાઈ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થયા બાદ એડમિનિસ્ટ્રેશન બદલાતા જુના સ્ટાફ સાથે તુચ્છ વર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. એક તરફ કોરોના વાયરસને કારણે સિવિલ હોસ્પિટલમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે તેમજ જિલ્લા કક્ષાનો આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો છે ત્યારે આજરોજ સફાઈ કામદારોએ હંગામી હડતાલ પાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સફાઈ કામદારોએ રોષભેર જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલનું જ્યારથી ખાનગીકરણ થયું છે ત્યારથી તેમની સાથે તોછડું અને અણછાજતું વર્તન કરાય રહ્યું છે તેમજ અપમાનજનક વ્યવહાર કરાય રહ્યો છે. ભારતીય મજદૂર સંઘના અગ્રણીને સફાઇ કામદારોએ રજૂઆત કરી હતી તેમજ સફાઈ કામદારો દ્વારા સિવિલ કેમ્પસમાં ભેગા થઈ વિરોધ કર્યો હતો.

Next Story