Connect Gujarat
Featured

ભરૂચ : કલેકટર કચેરીમાં સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવાના લેવાયા શપથ, પણ જુઓ બીજા દિવસે શું થયું

ભરૂચ : કલેકટર કચેરીમાં સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવાના લેવાયા શપથ, પણ જુઓ બીજા દિવસે શું થયું
X

ભરૂચ કલેકટર કચેરી ખાતે ગુરૂવારના રોજ અધિકારીઓ, કર્મચારીઓ તથા લોકોએ એક બીજાથી અંતર જાળવી રાખી તથા માસ્ક પહેરી કોરોનાની મહામારીને રોકવાના શપથ લીધાં હતાં. શપથના ગણતરીના કલાકો બાદ જનસેવા કેન્દ્ર ખાતે શપથના ધજાગરા ઉડી ગયાં હતાં.

ભરૂચ જિલ્લામાં કોવિડ-19 ની સરકારી ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝરનો વપરાશ સહિતના ઇન્ચાર્જ કલેકટરની અધ્યક્ષતામાં સરકારી બાબુઓએ શપથ લીધા હતા. જેના બીજા દિવસે ગુરુવારે જનસેવા કચેરીમાં જ દિવા તળે અંધારું જોવા મળ્યું હતું. લોકોની લાંબી કતારો વચ્ચે સોશ્યલ ડિસ્ટનસના લીરેલીરા સાથે કેટલાય લોકો માસ્ક વગરના કેમેરા માં કેદ થઈ ગયા હતા.

ભરૂચ જિલ્લામાં સરકારી તંત્ર એક તરફ કોવિડ-19 ની ચુસ્ત અમલવારી, તકેદારી અને આયોજન અંગે વિવિધ પગલાં ભરી સંક્રમણ ફેલાતું અટકાવવા વિવિધ કામગીરી બજાવી રહી છે.શુક્રવારે જનસેવા કેન્દ્ર પર સવારથી લાંબી લાઈનો પડી હતી. કતારોમાં રહેલા લોકો સોશ્યલ ડિસ્ટનસના પાલન કે કેટલાક તો માસ્ક વગરના નજરે પડ્યા હતા. સરકારી તંત્ર જ કચેરીમાં લોકોને કોવિડ-19 ની સરકારી ગાઈડલાઈનનું પાલન કરાવવામાં ઊણું ઉતર્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

Next Story