Connect Gujarat
ગુજરાત

ભરૂચ: વડદલા ગામના સરકારી કુમાર છાત્રાલયની આકસ્મિક મુલાકાત લેતા કલેક્ટર

ભરૂચ: વડદલા ગામના સરકારી કુમાર છાત્રાલયની આકસ્મિક મુલાકાત લેતા કલેક્ટર
X

ભરૂચના વડદલા ગામે આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સંચાલિત સરકારી કુમાર છાત્રાલયની ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ આકસ્મિક મુલાકાત લીધી હતી.

આકસ્મિક મુલાકાત દરમિયાન કલેકટરે છાત્રાલયમાં ભોજન કરતાં છાત્રોને ભોજન બરાબર મળે છે કે નહિ તે અંગે પૃચ્છા કરી હતી. ત્યારબાદ કલેક્ટરે વિદ્યાર્થીઓના જે રૂમ હતા. તેની સફાઈ-સ્વચ્છતા અંગે બાથરૂમ, શૌચાલય વિગેરે જાતે જ તપાસ્યા હતા. ત્યારબાદ કલેક્ટરે રૂમમાં રહેતા વિદ્યાર્થીઓને છાત્રાલયમાં મળતી સુવિધા અને સવલત વિશે પણ ઉંડાણપૂર્વક માહિતી લીધી હતી. જેનો વિદ્યાર્થીઓએ સંતોષકારક પ્રત્યુત્તર આપ્યો હતો.

Next Story