Connect Gujarat
Featured

ભરૂચ: વેલેનટાઇન વિકમાં કોલેજોમાં આજથી શિક્ષણ કાર્ય શરૂ, જુઓ વિધ્યાર્થીઓએ શું કહ્યું

ભરૂચ: વેલેનટાઇન વિકમાં કોલેજોમાં આજથી શિક્ષણ કાર્ય શરૂ, જુઓ વિધ્યાર્થીઓએ શું કહ્યું
X

કોરોના મહામારી વચ્ચે વેલેન્ટાઇન વીકમાં આજથી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વિધ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે શાળા કોલેજોમાં શિક્ષણ કાર્ય પર બ્રેક વાગી હતી અને ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે કોરોનાનું સંક્રમણ ઘટતા પ્રથમ ધોરણ 10 અને 12 બોર્ડ અને ત્યાર બાદ ધોરણ 9 અને 11ના વર્ગો તેમજ ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે આજથી કોલેજોમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.

હાલ વેલેન્ટાઇન વીકની ઉજવણી કરવામાં આવી રહી છે એ જ સમયે કોલેજોમાં પણ અભ્યાસકાર્ય શરૂ થતાં વિધ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. શિક્ષણ વિભાગની એસ.ઑ.પી.મુજબ કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને વિધ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી હતી.

Next Story