ભરૂચ : પછાત વિદ્યાર્થીઓને ટેબલેટ અને શિષ્યવૃતિ આપવા કરાય માંગણી

0
77

ભરૂચ જિલ્લાની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતાં પછાત વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ તેમજ ઓનલાઇન શિક્ષણ માટે ટેબલેટની ઝડપથી ફાળવણી કરવાની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કલેકટરને રજુઆત કરી છે.

ભરૂચ જિલ્લાની તમામ કોલેજમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ ,અનુસૂચિત જન જાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તથા ટેબલેટ નહી મળતા તેમને હાલાકી ભોગવવી પડી રહી છે. માર્ચ મહિનાથી શાળા તેમજ કોલેજો બંધ કરી દેવામાં આવ્યાં છે ત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓન લાઇન શિક્ષણ આપવામાં આવી રહયું છે.

ઓનલાઇન શિક્ષણ માટે ટેબલેટ હોવું જરૂરી છે આવા સંજોગોમાં સરકાર તરફથી ટેબલેટ નહિ આપવામાં આવતાં પછાત વર્ગના છાત્રો મુશ્કેલીમાં મુકાય ગયાં છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદેદારોએ કલેક્ટરને રજુઆત કરી વહેલી તકે વિદ્યાર્થીઓને ટેબ્લેટ થતા શિષ્યવૃતિ આપવામાં આવે તેવી માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here