વાલિયાના દેસાડ ગામના સુરેન્દ્રસિંહ ઉર્ફે દત્તુ પ્રભાતસિંહ મહીડાની વરણી

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ તરીકે વાલિયાના દેસાડ ગામના સુરેન્દ્રસિંહ ઉર્ફે દત્તુ પ્રભાતસિંહ મહીડાની વરણી કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિટના પ્રમુખ અમિત ચાવડા દ્વારા વિવિધ જિલ્લાના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે.ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ તરીકે વાલિયા તાલુકાના દેસાડ ગામના આગેવાન સુરેન્દ્રસિંહ ઉર્ફે દત્તુ પ્રભાતસિંહ મહીડાની વરણી કરવામાં આવી છે.જેઓને જિલ્લા કોંગ્રેસ સમિતિમાં સ્થાન મળતા તેઓને કાર્યકર્તાઓ અભિનંદન પાઠવી જિલ્લા સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY