ભરૂચ : ઉંટગાડીમાં નીકળ્યાં કોંગી કાર્યકરો, જુઓ સરકાર વિરૂધ્ધ કેમ લગાવ્યાં નારા

0

ભરૂચ જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પેટ્રોલ તથા ડીઝલના ભાવ વધારા સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. નેત્રંગમાં ઉંટગાડીમાં સવાર થઇને કોંગી કાર્યકરો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યાં હતાં.

લોકડાઉન બાદ જનજીવનની ગાડી માંડ પાટા પર આવી રહી છે તેવામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાએ લોકોની કમર તોડી નાંખી છે. રોજીંદી જરૂરીયાતની વસ્તુ ગણાતા પેટ્રોલ અને ડીઝલની કિમંતોમાં થયેલાં વધારાના કારણે મોંઘવારી વધવાની શકયતાઓ નકારી શકાય તેમ નથી. કેન્દ્રની ભાજપ સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવોને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી હોવાથી સોમવારે કોંગ્રેસ તરફથી રાજયવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં કલેકટર કચેરીની બહાર એકત્ર થયેલાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સરકાર વિરૂધ્ધ નારેબાજી કરી હતી.

હવે વાત કરવામાં આવે નેત્રંગની… નેત્રંગમાં યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણની આગેવાનીમાં કાર્યકરો ઉંટગાડામાં સવાર થઇને વિવિધ વિસ્તારોમાં ફર્યા હતાં. તેમણે કેન્દ્ર સરકારની હાય હાય બોલાવી હતી. સરકાર પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં ઝડપથી ઘટાડો કરે તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here