Connect Gujarat
Featured

ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા પોલીસ ફરિયાદ મુદ્દે ભાજપ પર કરાયા આક્ષેપ, જુઓ શું કહ્યું

ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા પોલીસ ફરિયાદ મુદ્દે ભાજપ પર કરાયા આક્ષેપ, જુઓ શું કહ્યું
X

ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં કાર્યકરો સામે ભાજપ દ્વારા ખોટી પોલીસ ફરિયાદ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થઇ છે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો અને કાર્યોકરો પર ચૂંટણીની રીસ રાખી કાયદાકીય અને શારીરિક રીતે ઇરાદાપૂર્વક હેરાન કરવા અંગેની ફરિયાદો એક પછી એક બની રહી હોવાની જિલ્લા કોંગ્રેસે ભરૂચ પોલીસને રજૂઆત કરી છે.

જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનોએ પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાને કરેલ લેખિત અનુસાર ચૂંટણીની રિસ રાખી બીજેપીના દબાણ હેઠળ કોટિ ફરિયાદ કરી કોંગ્રેસનાં કાર્યકરોને હેરાનગતિ કરવામાં આવે છે તો ભાજપના પદાધિકારીઓ પોલીસ પર પ્રેશર ઊભું કરી રહ્યા હોવાના આક્ષેપ સાહે આ બાબતે યોગ્ય પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.

Next Story