Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા બે દિવસીય કાર્યકર્તા તાલીમ શિબિરનો પ્રારંભ

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા બે દિવસીય કાર્યકર્તા તાલીમ શિબિરનો પ્રારંભ
X

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ શિબિરમાં હાજરી આપી કાર્યકરોને આપ્યું માર્ગદર્શન

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા બે દિવસીય કાર્યકર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે કાર્યકરોને સાથે ચાલી કામગીરી કરવા હાકલ કરી હતી.

ભરૂચ જિલ્લામાંથી ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો આ શિબિરમાં ભાગ લેવા ઉમટી પડ્યા હતા. ત્યારે આગામી લોકસભા 2019ની ચૂંટણીમાં સૌ કાર્યકર્તાઓ એક થઈને કામ કરે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બે દિવસ સુધી ચાલનારી આ શિબિરમાં કાર્યકરોને યોગ્ય તાલીમ આપવામાં આવશે. બુથલેવલની કામગીરીને કેવી રીતે મજબૂત બનાી શકાય તથા સંગઠનને મજબૂત બનાવવા માટે આગામી રણનીતિ અંગે પણ કાર્યકરોને માહિતી પુરી પાડવામાં આવશે.

Next Story