Connect Gujarat
Featured

ભરૂચ : કોરોનાની મહામારી અંગે જનજાગૃતિ લાવવા NDRFની ટીમ સક્રિય, કલેકટર કચેરી ખાતેથી યોજી રેલી

ભરૂચ : કોરોનાની મહામારી અંગે જનજાગૃતિ લાવવા NDRFની ટીમ સક્રિય, કલેકટર કચેરી ખાતેથી યોજી રેલી
X

કોરોના મહામારી વચ્ચે ભરૂચમાં એન.ડી.આર.એફ.ની ટીમના ઉપક્રમે જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ક્લેક્ટર કચેરીથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. ભરૂચ જીલ્લામાં પણ કોરોનાના જીવલેણ રોગે ભરડો લીધો છે અને 3 હજાર કરતાં વધારે દર્દીઓ નોંધાય ચુકયાં છે. ત્યારે લોકો સાવચેત રહે અને રોગનું સંક્રમણ વધુ ન ફેલાઈ એ દિશામાં તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયાં છે. જેના ભાગરૂપે નેશનલ ડિઝાસ્ટર રેસક્યુ ફોર્સની ટીમ આજરોજ ભરૂચ ખાતે આવી પહોચી હતી.

ભરૂચની ક્લેક્ટર કચેરી ખાતેથી એન.ડી.આર.એફ.ના જવાનો રેલી સ્વરૂપે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યાં હતાં. ભરૂચ જિલ્લા ક્લેક્ટર ડો.એમડી.મોડીયાએ લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.આ રેલી ક્લેક્ટર કચેરીથી શક્તિનાથ થઈ હોસ્ટેલ ગ્રાઉન્ડ પહોચી હતી જેમાં એન.ડી.આર.એફ.ના જવાનો બેનરો સાથે જોડાયા હતા અને કોરોનાની બિમારી અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

Next Story