Connect Gujarat
Featured

ભરૂચ : શહેરોની સાથે ગામડાઓમાં ઝડપથી ફેલાઇ રહયો છે કોરોના, કુલ દર્દીઓની સંખ્યા 195

ભરૂચ : શહેરોની સાથે ગામડાઓમાં ઝડપથી ફેલાઇ રહયો છે કોરોના, કુલ દર્દીઓની સંખ્યા 195
X

  • શુક્રવારના રોજ એક જ દિવસમાં 16 પોઝીટીવ કેસ આવતાં ભયનો માહોલ

ભરૂચ જિલ્લામાં શહેરોની સાથે ગામડાઓમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાય રહયો છે. શુક્રવારના રોજ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 16 કેસ સાથે જિલ્લામાં દર્દીઓની કુલ સંખ્યા 195 પર પહોંચી ચુકી છે.

અનલોક- 1માં ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસ પણ અનલોક થયો હોય તેમ લાગી રહયું છે. જિલ્લામાંથી રોજના સરેરાશ 10 જેટલા કેસ સામે આવી રહયાં છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાનું જંબુસર નગર કોરોના વાયરસનું હોટ સ્પોટ બની ચુકયું છે. જંબુસરમાં શરૂ થયેલું કોરોના વાયરસનું સંક્રમણ આસપાસ આવેલાં ગામડાઓમાં ફેલાય રહયું છે. ઝઘડીયા તાલુકાના ગામડાઓમાંથી પણ કોરોના વાયરસના દર્દીઓ મળી આવ્યાં છે. ભરૂચ, અંકલેશ્વર, ઝઘડીયા, વાલીયા, હાંસોટ, આમોદ, વાગરા સહિતના તમામ તાલુકાઓમાં કોરોના વાયરસના દર્દીઓની હાજરી જોવા મળી રહી છે. શુક્રવારના રોજ એક જ દિવસમાં 16 જેટલા કેસ આવતાં લોકોમાં ભય ફેલાયો છે.

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે શું કરશો :

અનલોક- 1 અમલમાં આવ્યાં બાદ લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અવરજવર કરી રહયાં છે. તમારા ફળિયા, મહોલ્લા, સોસાયટી, પોળ, એપાર્ટમેન્ટ કે અન્ય કોઇ પણ સ્થળે બહારગામથી આવેલાં વ્યકતિની હાજરી જોવા મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી હિતાવહ છે.

લોકલ ટ્રાન્સમીશનના કારણે જિલ્લામાં દર્દીઓની સંખ્યામાં વધારો :

ભરૂચ જિલ્લામાં અનલોક બાદ 100 કરતાં વધારે કેસ નોંધાય ચુકયાં છે અને મોટા ભાગના કેસ લોકલ ટ્રાન્સમીશનના કારણે જ થયા હોવાનું બહાર આવ્યું છે. ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો મોટાભાગના દર્દીઓ વડોદરા, અમદાવાદ અને સુરતના લોકોના સંપર્કમાં આવ્યાં હોવાની વિગતો સપાટી પર આવી છે. કોરોના વાયરસ ઝડપથી ફેલાય રહયો છે ત્યારે સાવચેતી રાખવી ખુબ જરૂરી બની છે.

શુક્રવારના રોજ જિલ્લામાં નોંધાયેલા કેસો :

અંકલેશ્વર : 03

ભરૂચ : 05

વાગરા : 01

ઝઘડીયા : 01

જંબુસર : 03

આમોદ : 03

Next Story