Connect Gujarat
Featured

ભરૂચ : કોરોનાનો ચેપ ગમે તેને લાગી શકે છે, જુઓ કોરાનાથી મુકત થયેલી નર્સે શું આપી સલાહ

ભરૂચ : કોરોનાનો ચેપ ગમે તેને લાગી શકે છે, જુઓ કોરાનાથી મુકત થયેલી નર્સે શું આપી સલાહ
X

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી અને કોરોનાને મ્હાત આપનારી બે નર્સનું નર્સિંગ ડેના દિવસે સન્માન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં લોકડાઉનના ત્રીજા તબકકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 31 પર પહોંચી ચુકી છે. હજી પણ કેટલાક લોકો કોરોના વાયરસ સામે બેફીકર જણાય રહયાં છે. કોઇ પણ કારણ વિના ઘરોની બહાર નીકળી કોરોના વાયરસને ઇજન પાઠવી રહયાં હોય તેમ લાગી રહયું છે. માસ્ક પહેરીને ઘરની બહાર જવાથી કોરોના વાયરસની બચી શકાય છે તેવા ભ્રમમાં રહેતાં લોકો આ ઇન્ટરવ્યુ જરૂરથી સાંભળે….

તમે જે ઇન્ટરવ્યુ સાંભળ્યો તેનું નામ છે અમૃતા આહિર. અમૃતા આહિર ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. કોરોનાના દર્દીઓના સેમ્પલીંગની કામગીરી દરમિયાન અમૃતા સહિત સાત કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયાં હતાં. સદનસીબે તમામ સારવાર બાદ સાજા થઇ ગયાં છે. અમૃતાની વ્યથા તમે સાંભળી અને તે કહી રહી છે કે ખુદ તેના પરિવારના સભ્યો તેને સ્પર્શ કરતાં ગભરાય રહયાં છે. કોરોના વાયરસનો ચેપ ગમે ત્યારે અને ગમે ત્યાંથી લાગી શકે છે ત્યારે આપણે સૌએ સલામતી રાખવાની જરૂર છે.

તારીખ 12મી મેને વર્લ્ડ નર્સિંગ ડેની ઉજવણી કરવામાં આવે છે. મંગળવારે નર્સિંગ ડેના અવસરે કોરોના મુકત થયેલી ભરૂચ સિવિલ હોસ્પિટલની બંને નર્સોને સન્માનિત કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીનો સામનો કરી રહયો છે ત્યારે ભરૂચના નર્સિંગ સ્ટાફે પુરી નિષ્ઠાથી દર્દીઓની સેવા કરવાનો સંકલ્પ કર્યો હતો.

Next Story