Connect Gujarat
Featured

ભરૂચ : કોરોના વાયરસના સંક્રમણને પગલે અયોધ્યાનગરના સ્થાનિકોએ સ્વયંભૂ પોતાના વિસ્તારને કર્યો સેનિટાઈઝ

ભરૂચ : કોરોના વાયરસના સંક્રમણને પગલે અયોધ્યાનગરના સ્થાનિકોએ સ્વયંભૂ પોતાના વિસ્તારને કર્યો સેનિટાઈઝ
X

કોરોના વાયરસના સંક્રમણને કારણે લોકોમાં ભારે દહેશતનો માહોલ છે, ત્યારે ભરૂચ શહેરના અયોધ્યાનગર ખાતે રહેતા લોકોએ જાગૃતતા બતાવી પોતાના વિસ્તારની તમામ શેરીઓ અને ગલીઓ સેનિટાઈઝ કરી હતી.

ભરૂચ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ભરૂચ શહેરમાં કેટલાક વિસ્તારોમાં સાંકળી ગલીઓ અને શેરીઓના કારણે ફાયર ટેન્ડર ત્યાં સુધી પહોચી શકતા ન હોવાથી સ્થાનિક રહીશોએ સ્વંયભું પોતાના વિસ્તારની તમામ શેરીઓ અને ગલીઓને સેનિટાઈઝ કરી લોકસેવાનું ઉમદા કાર્ય કર્યું હતું. ઉપરાંત કોરોના વાયરસના કારણે દિન પ્રતિનિદિન દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે લોકોએ પણ પોતાના ઘર પાસે સ્વચ્છતા અને તકેદારી રાખવી તે અત્યંત જરૂરી છે.

Next Story