Connect Gujarat
ગુજરાત

ભરૂચ : અંકલેશ્વરમાં કોરોનાગ્રસ્ત દર્દીના રહેણાંક વિસ્તારને સીલ કરી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો

ભરૂચ : અંકલેશ્વરમાં કોરોનાગ્રસ્ત દર્દીના રહેણાંક વિસ્તારને સીલ કરી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગત રોજ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીના રહેણાંક વિસ્તાર એવા સોસાયટી સહિત આજુબાજુમાં 500 મીટરની ત્રીજયામાં આવેલ શોપીંગ સેન્ટરોને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરી સીલ કરવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લામાં ગત રોજ 5 કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થઈ જતાં તેઓને કોવિડ-19 હોસ્પિટલમાંથી રજા અપાતા પ્રજાજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે અમદાવાદથી અંકલેશ્વર પોતાના ઘરે પરત ફરેલા પરિવારના સભ્યો પૈકી એક સભ્યનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ લોકોમાં ફરી ગભરાટનો માહોલ સર્જાયો છે.

અત્રે ઉલખેનીય છે કે, કોરના વાયરસના સંક્રમણના કેસોની સંખ્યામાં ઘટાડો થતા વહીવટી તંત્રએ પણ એક સમય રાહતનો શ્વાસ લીધો હતો, ત્યારે અમદાવાદથી પરત અંકલેશ્વર આવેલા પરિવારના સભ્યને કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ ફરી હરકતમાં આવી ગયું છે. જેમાં કોરોના પોઝિટિવ દર્દીની સોસાયટી સહિત 500 મિટરની ત્રીજ્યામાં આવેલા શોપીંગ સેન્ટરને સીલ કરી કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હતો.

Next Story