Connect Gujarat
Featured

ભરૂચ : જિલ્લામાં વિદેશથી આવેલાં 48 લોકોની કરાઇ તપાસ, બધાના રીપોર્ટ નેગેટીવ

ભરૂચ : જિલ્લામાં વિદેશથી આવેલાં 48 લોકોની કરાઇ તપાસ, બધાના રીપોર્ટ નેગેટીવ
X

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના સંદર્ભમાં ઇમરજન્સી વેન્ટીલેટર સાથે ઓબ્ઝર્વેશન વોર્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે. જિલ્લામાં વિદેશથી પરત ફરેલાં 48 લોકોની તપાસ કરવામાં આવી છે અને તમામનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.

કોરોના વાયરસના પગલે ગુજરાતમાં સલામતી અને સુરક્ષા વધારી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં ઓઝર્વેશન વોર્ડમાં વેન્ટીલેટરની સુવિધા ઉભી કરી દેવામાં આવે છે. વિદેશથી આવેલાં 96 પૈકી 48 લોકોની તપાસ કરવામાં આવી છે. ઓબ્ઝર્વેશન વોર્ડમાં એક સાથે 50 બેડ રાખવામાં આવ્યાં છે. આરોગ્ય અધિકારી વી.એસ.ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, વિદેશથી આવતાં લોકોની પહેલાં ઓર્બ્ઝવેશન વોર્ડમાં તપાસ કરવામાં આવે છે. તાલુકા મથકો ખાતે આવેલાં પીએચસી ખાતે પણ ઓબ્ઝર્વેશન વોર્ડ શરૂ કરી દેવાયાં છે.

Next Story