Connect Gujarat
Featured

ભરૂચ : એકસાલ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટમાં નબીપુરની ટીમ વિજેતા બની, હીંગલોટની ટીમને હરાવી

ભરૂચ : એકસાલ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટમાં નબીપુરની ટીમ વિજેતા બની, હીંગલોટની ટીમને હરાવી
X

ભરૂચમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા ઠેર ઠેર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ રહી છે. એકસાલ ગામમાં યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં નબીપુરની ટીમ વિજેતા બની છે.

ભરૂચ જિલ્લાનાએકસાલ ખાતે T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઇનલ મેચ નબીપુર સી.સી. અને હિંગલોટ સી.સી. વચ્ચે રમાઈ હતી. નબીપુરની ટીમે પરવેઝ ઘાસવાળાના સુકાની પદ હેઠળ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 152 રન બનાવ્યા હતાં. નબીપુર ટીમના સલીમ દિવાનએ 4 ચોગ્ગા અને 2 સિક્સરની મદદથી 30 બોલમાં 36 રનનો ફાળો આપ્યો હતો. જવાબમાં હિંગલોટ સી.સી. ની ટીમે 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 131 રન બનાવ્યા હતાં. જેમાં મહમદ જમાદારે 5 ચોગ્ગાની મદદથી 44 બોલમાં 39 રન બનાવ્યા હતા. સલીમ દીવાનને મેન ઓફ ધ મેચ અને મહમદ જમાદારને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયા હતા. ફાઇનલ મેચને જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉમટી પડયાં હતાં.

Next Story