Connect Gujarat
Featured

ભરૂચ: આહિર સમાજના યુવાઓનુ પ્રોત્સાહન વધારવા ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન, પાંચદૈવી ઇલેવન ટીમનો વિજય

ભરૂચ: આહિર સમાજના યુવાઓનુ પ્રોત્સાહન વધારવા ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન, પાંચદૈવી ઇલેવન ટીમનો વિજય
X

ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા સમાજના યુવાનોમાં પ્રોત્સાહન વધારવા સમાજ દ્વારા દર વર્ષે સમાજના આગેવાનો દ્વારા કાર્યક્રમોનું આયોજન થાય છે ત્યારે ગત તારીખ 14 માર્ચના રોજ અંકલેશ્વર તાલુકાના ધંતૂરીયા ગામે આહીર સમાજ દ્વારા ગામમાં નવ નિર્માણ પામનાર વેરાઈ માતાજીના મંદિરના લાભાર્થે આહીર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ટુર્નામેન્ટમાં આહિર સમાજની કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો. લોકડાઉનની જાહેરાત થતા ટુર્નામેન્ટ 20 માર્ચથી આ ટુર્નામેન્ટને બંધ રાખવામાં આવી. જે હવે બે મહિના પછી લોકડાઉનમાં છૂટછાટ મળતા ટૂર્નામેન્ટની સેમિફાઈનલ તથા ફાઇનલ એમ બે દિવસની મેચ બાકી હતી જે તવરા ગામની પાંચ દૈવી ઈલેવન તથા અટાલી ગામની ફાઈટર ઇલેવન આમને-સામને રમશે. અટાલી ગામની ફાઇટર ઇલેવનના કેપ્ટને ટોસ જીતી બેટિંગ કરી હતી અને 12 ઓવરમાં 61 રન બનાવ્યા હતા જ્યારે તવરા ગામની પાંચદૈવી ઈલેવનને સેકન્ડ બેટિંગમાં માત્ર 9 જ ઓવર માં 64 રન કરી વિજેતા થઇ હતી. આ ટુર્નામેન્ટમાં આહિર સમાજના મહામંત્રી ડાહ્યાભાઈ આહીર, આહિર સમાજના ઉત્સાહી યુવક ભરત ભાઈ આહીર તથા દિનેશભાઈ આહીર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આને વિજેતા ટીમને તેઓના હસ્તે ટ્રોફી એનાયત કરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું

Next Story