Connect Gujarat
ગુજરાત

ભરૂચના પૌરાણિક દત્ત મંદિરના ગર્ભ ગૃહમાં 5 ફૂટ સુધી પાણી ભરાયાં

ભરૂચના પૌરાણિક દત્ત મંદિરના ગર્ભ ગૃહમાં 5 ફૂટ સુધી પાણી ભરાયાં
X

નર્મદા ડેમમાંથી છોડાયેલા વિપુલ માત્રામાં પાણીના કારણે નદી બે કાંઠે વહેતી થઇ છે. નર્મદા નદીના કિનારે આવેલા અનેક મંદિરો હાલ પાણીમાં ગરકાવ છે. ત્યારે ભરૂચ શહેરના ફૂરજા વિસ્તારમાં આવેલાં પૌરાણિક દત્ત મંદિર ખાતે વર્ષો બાદ ભોયરામાં આવેલી દત્ત ભગવાનની પ્રતિમાનો નર્મદા મૈયાના નીરથી સ્વયંભુ અભિષેક થયો છે.

નર્મદા ડેમમાંથી માત્ર 600 કયુસેક પાણી છોડાતું હોવાથી કેવડીયાથી ભાડભુત સુધીના ડાઉન સ્ટ્રીમમાં નદીના જળસ્તર ઘટી ગયાં હતાં. નર્મદા નદીના કિનારે આવેલાં દેવાલયો અને આશ્રમો ખાતેથી નદીના નીર દુર વહેતા હોવાથી ભકતોની આસ્થાને ઠેસ પહોંચતી હતી. સ્નાન કરવા આવતાં શ્રધ્ધાળુઓને નદી સુધી પહોંચવા માટે અડધા કીમીથી વધારે સુધી ચાલવું પડતું હતું. હવે ડેમમાંથી વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવતાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ છે અને નર્મદા મૈયાના નીરમાં અનેક મંદિરો ગરકાવ થઇ ગયાં છે. ભરૂચ શહેરના ફૂરજા વિસ્તારમાં આવેલાં 500થી વધારે વર્ષ જુના દત્ત મંદિરના ગર્ભગૃહમાં પણ પાંચ ફૂટથી વધારે પાણી જોવા મળી રહયાં છે. મંદિરના ભોયરામાં દત્ત ભગવાનની પ્રતિમા છે અને તે હાલ પાણીમાં તરબોળ છે. મંદિરના મહંતના જણાવ્યા અનુસાર વર્ષો પછી નર્મદા નદીના નીર મંદિરના ગર્ભગૃહ સુધી આવ્યાં છે. કેટલાક સમયથી નર્મદા નદી મંદિરથી દુર વહેતી હતી. નર્મદા નદી બે કાંઠે વહેતી રહે તે જરૂરી છે.

Next Story