Connect Gujarat
ગુજરાત

ભરૂચ: દહેજની ફિલાટેક્ષ કંપનીમાંથી વિદેશમાં નિકાસ થતા 4.15 કરોડના પોલિસ્ટર યાર્નની ચોરી

ભરૂચ: દહેજની ફિલાટેક્ષ કંપનીમાંથી વિદેશમાં નિકાસ થતા 4.15 કરોડના પોલિસ્ટર યાર્નની ચોરી
X

ફીલાટેક્ષ ઇન્ડીયા લી. દહેજમાંથી વિદેશોમાં નિકાસ થતા પોલીસ્ટર યાર્નના કન્ટેનરોના સીલ તોડી પોલીસ્ટર યાર્નના કાર્ટુન રંસ્તામાં ચોરી કરી કાઢી વેચી આંતરરાષ્ટ્રીય આયાત-નિકાસ બજારમાં ગત ફેબ્રુઆરી-૨૦૧૯ થી એપ્રિલ-૨૦૧૯ દરમ્યાન દહેજ ખાતેની ફીલાટેક્ષ ઇન્ડીયા કંપનીમાંથી કુલ-૨૬ કન્ટેનરોમાં પોલીસ્ટર યાર્નના કાર્ટુન ભરી પોલેન્ડ, બાંગ્લાદેશ, સાઉથ કોરીયા વિગેરે જગ્યાએ વિદેશ મોકલવા કંપની તરફથી કંટેનર દ્વારા હજીરા પોર્ટ ખાતે શીપ દ્વારા અલગ અલગ સમયે નિયત કરેલ દેશમાં રવાના કરેલ, જે નિયત કરેલ દેશમા પહોંચતા દરેક કન્ટેનર માંથી કુલ ૪૪૦ મે.ટન કી.રૂપિયા ૪,૧૫,૬૫,૭૩૪/- જેટલો પોલીસ્ટર યાર્ન ઓછો હોવાનુ જણાઇ આવતા દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.

આ બનાવ એક ઓર્ગેનાઇઝ્‌ડ ક્રાઇમ હોય અને આંતરરાષ્ટ્રીય આયાત-નિકાસ બજારમા ભારતીય પ્રતિષ્ઠાને હાની પહોંચાડતી હોય પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા સાહેબ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓએ આ સમગ્ર રેકેટને ઉકેલવા માટે સક્રિય રસ દાખવી નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ તથા જીલ્લા એલ.સી.બી તથા દહેજ પોલીસને માર્ગદર્શન આપેલ જે મુજબ ડી.પી.વાઘેલા સાહેબ ભરૂચના સુપરવિઝન હેઠળ એલ.સી.બી અને દહેજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સથી ગુનામાં સંડોવાયેલ આરોપીઓની તપાસ સેલવાસ , વાપી અને ઉતરપ્રદેશ ખાતે કરી મેળવી તેઓનુ ક્રોસ ઇન્ટ્રોગેશન કરી ઉડાણપુર્વકની તપાસ પુછપરછ કાર્યવાહી હાથ ધરી હતી.

જે તપાસ દરમ્યાન ફલિત થયેલ કે, સૌ પ્રથમ સુધીર રહેવાસી- ફૈઝાબાદ નામના ઇસમે ડ્રાઇવરોને સુરત રોડ કિંગ ટ્રાન્સપોર્ટ " મા નોકરી અર્થે કોન્ટ્રાકટમાં મુકી તેના સાગરીત સોનુ રહેવાસી - આઝમગઢનો, સંપર્ક કરી પોલીસ્ટર યાર્નની ચોરીની યોજનામા સામેલ કર્યો હતો સોનુ યોજનામા સામેલ થતા તેણે પાંડે રહેવાસી- સેલવાસનો અને પાંડેએ હિસબ્બુલ્લાનો તથા હસિબ્બુલ્લાએ શર્માનો અને મિશ્રા રહેવાસી- સેલવાસનો સંપર્ક કરેલ હતો અને પુર્વયોજીત કાવતરા હેઠળ તમામ સામેલ થઇ, ડ્રાઇવરોના બોગસ ડ્રાઇવીંગ લાયસન્સો તૈયાર કર્યા હતા ત્યાર પછી ડ્રાઇવરો ટ્રાંસપોર્ટના કન્ટેનરો લઇ ફીલાટેક્ષ કંપનીમાં પોલીસ્ટર યાર્ન ભરવા ગયા હતા અને કંપનીમાંથી પોલીસ્ટર યાર્ન ભરી નીકળી હજીરા પોર્ટ પહોંચાડતા પહેલા આરોપી ડ્રાઇવરો કન્ટેનરો સુરત નારોલીની અસપાસ લઇ જતા જ્યાં આરોપીઓ સુધીર, સોનુ, વિશાલ, સલીમ દ્વારા સીલ કરેલા કન્ટેનરના સીલ તોડી પોલીસ્ટર યાર્નના કાર્ટુનોની ચોરી કરતા ત્યાર બાદ સોનુ દ્વારા મુદ્દામાલ હબીબબુલ્લા ઉર્ફે સેંટીને આપવામાં આવતો અને સેંટી દ્વારા મુદદ્દામાલ જીતેંદ્ર શર્માને વેચવામા આવતો અને શર્મા તે મુદ્દામાલ પુષ્પેન્દ્ર મિશ્રાને વેચવામાં આવતો અને મિશ્રા દ્વારા પવન યાદવને આમ એક બીજાની લીંક દ્વારા કંપની કિંમત કરતા સસ્તા ભાવે પોલીસ્ટર યાર્ન દિલ્હી અને લુધીયાણા મુંબ્રા ખાતે વેચી દેતા હતા.

આ તપાસ દરમ્યાન અધુરા નામ-સરનામાવાળા આરોપીઓની તપાસ અર્થે સેલવાસ, વાપી ઉતરપ્રદેશ ખાતે અલગ અલગ પોલીસ ટીમો રવાના કરવામા હતી જે પોલીસ ટીમો દ્વારા હસીબુલ્લાહ ઉર્ફે સેન્ટી સમીઉલ્લાહ અબ્દુલ સૌધરી રહેવાસી-૪૦૫, સાંઈઆસ્થા સોસાયટી, કરવડગામ, વાપી ડુંગરી ફળિયા દહેગામ રોડ, તા.જી.વલસાડ તથા મૂળ રહે. પીપરાપઠાન, મુર્ગીયા ગામ, થાના ઇટવા, તા. ઇટવા, જી.સિધ્ધાર્થનગર (ઉત્તરપ્રદેશ)., શીવરાજ હરીનાથ પાન્ડે રહેવાસી-નરોલી પપ્મુભાઈની ચાલમાં સેલવાસ તથા મૂળ રહે, બરહી નેવાદા ગામ થાના ફુલપુર, તા.પિન્ડ્રા જી.વારાણસી (ઉત્તરપ્રદેશ)., જીતેન્દ્ર રામકુમાર શર્મા હાલ રહે,એ/૨, ૪૦૪,સાંઈ રેસીડેન્સી વૃંદાવના સોસાયટી, સુરભી બાગાની પાછળ,સેલવાસ મુળ રહે, હરચના ગામ, થાના ગુલાઉઠી, તા. ગુલાઉઠી, જી.બુલંદશહેર, (ઉત્તરપ્રદેશ) (૪) પુષ્પેન્દ્ર રામશંકર મીશ્રા હાલ રહે-ફલેટ નં-૨૦૬ હોરીઝોન રેસીડેન્સી સેલવાસા તા-સેલવાસા જી-સેલવાસા (દાદરા નગરહવેલી).મુળ રહે, ચુંગી ચોકી સીતાપુર થાના/તા-સીતાપુર જી-સીતાપુર, સોનુસીંહ પ્રમોદસીંહ સીંગ રહેવાસી- હથોટા, પોસ્ટ મંદે, થાના -જહાનાગંજ, જી. આઝમગઢ યુ.પી.ને ઝડપી પાડ્યા હતા.

પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૧,૦૦,૦૦૦/-,મોબાઇલ નંગ -૧૦- રૂ. ૩૬,૫૦૦/-, ક્રિએટા ગાડી - રૂ. ૧૪,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા. ૧૫,૩૬,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આ ગુનામા લાગુ પડતી કલમોનો ઉમેરો કરી, આરોપીઓના પોલીસ રીમાંડ મેળવી સંડોવાયેલ આરોપીઓને પકડવાની તથા મુદ્દામાલ રીકવરી કરવાની તપાસ કાર્યવાહી ચાલુ છે. પકડાયેલ તથા પકડવાના બાકી આરોપીઓ પૈકી મુખ્ય સુત્રધાર સુધીરકુમાર સીંગ 3/0 ગયા પ્રસાદ સીંગ મુળ રહેવાસી- શીવચરણ, પુર્વ પોસ્ટ નૌવતી થાના- રૂઢોલી, જી. ફૅઝાબાદ યુ.પી. નો અગાઉ દહેજ પોલીસ સ્ટેશનમાં પ૦ ના ૧૦ ચોરીના ગુનામાં અટક થયેલ છે. તેમજ આરોપી જીતેન્દ્ર રામકુમાર શર્મા ઇંગ્લીશ દારૂનો બાર સેલવાસ ખાતે ચલાવે છે તપાસ દરમ્યાન હજુ વધુ ગુના ઉકેલાય તેવી સંભાવના છે.

Next Story