Connect Gujarat
Featured

ભરૂચ : દહેજમાં બે દિવસથી ભારેલા અગ્નિ જેવો માહોલ, એસપી જાતે દોડી ગયાં

ભરૂચ : દહેજમાં બે દિવસથી ભારેલા અગ્નિ જેવો માહોલ, એસપી જાતે દોડી ગયાં
X

ભરૂચ જિલ્લાની દહેજ જીઆઇડીસીમાં ફસાયેલાં પરપ્રાંતિય શ્રમજીવીઓ વતનમાં જવાની માંગ સાથે હોબાળો મચાવી રહયાં છે ત્યારે એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રમજીવીઓને સંયમ અને શિસ્ત જાળવી રાખવા માટે અપીલ કરી છે.

રાજયભરમાંથી પરપ્રાંતિય શ્રમિકો તેમના વતનમાં પરત ફરી રહયાં છે. ભરૂચ અને અંકલેશ્વરમાંથી પણ બિહાર, ઉત્તરપ્રદેશ અને ઝારખંડની વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવું પડતું હોવાથી વિશેષ ટ્રેનોમાં મર્યાદિત મુસાફરોને લઇ જવામાં આવે છે. દહેજની વિવિધ કંપનીમાં કામ કરતાં હજારો શ્રમજીવીઓ જોલવા સહિતના ગામોમાં ફસાય ગયાં છે. બે દિવસથી તેઓ રસ્તા પર ઉતરી આવી હોબાળો મચાવી રહયાં છે.

ગઇકાલે ઉશ્કેરાયેલાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાની જાણ થતાં ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા દહેજ ખાતે દોડી ગયાં હતાં. તેમણે શ્રમિકોને કોઇના ઉશ્કેરાટમાં આવી કાયદો હાથમાં નહિ લેવા અપીલ કરી હતી. વધુમાં તેમણે શ્રમિકોને વતન પરત મોકલવા માટે ચાલી રહેલી કાર્યવાહીની લોકોને જાણકારી આપી હતી. એસપીના પ્રયાસોને શ્રમજીવીઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધાં હતાં.

Next Story