Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ દહેજ-ઘોઘા રો-રો ફેરીમાં હવે વાહનો પણ લઈ જઈ શકાશે

ભરૂચઃ દહેજ-ઘોઘા રો-રો ફેરીમાં હવે વાહનો પણ લઈ જઈ શકાશે
X

આગામી તારીખ ૧૨ ઓક્ટોબરે મુખ્યમંત્રી વિજય રૂપાણી આ સેવાનો પ્રારંભ કરાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ગત વર્ષે ઓક્ટબર મહિનામાં જ ભાવનગ-દહેજ રો-રો ફેરીની શરુઆત કરાવી હતી. જોકે કેટલાંક સંજોગોને કારણે વચ્ચે બંધ કરવી પડી હતી. હવે ફરીથી આગામી 12 ઓક્ટોબરનાં રોજ રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ફેરીને ફરીથી શરૂ કરાવશે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે ૨૦૧૨માં કર્યો હતો. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="67515,67516,67517,67518,67519,67520,67521,67522,67523,67524,67525"]

ભરૂચનાં દહેજથી જામનગરનાં ઘોઘા સુધી શરૂ કરવામાં આવેલી રો-રો ફેરીમાં અગાઉ માત્ર મુસાફો જ જઈ શકતા હતા. હવે આ ફેરીને સરકારે વધુ અસર કારક બનાવવા માટે વાહનો પણ તેમાં લઈ જઈ શકાય તેવી અલાયદી વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં મીની ટ્રક, કાર, સ્કૂટરને પણ લઈ જઈ શકાશે. ઘોઘા અને દહેજ વચ્ચે રોડ માર્ગે ટ્રક અને બસ દ્વારા હાલ લગભગ ૧૦-૧૨ કલાક અને કાર દ્વારા ૬-૮ કલાકનો સમય લાગે છે. પણ ફેરી સર્વિસ શરૂ થવાથી એ પ્રવાસ આશરે ૬૦ મિનિટમાં જ પૂરો કરી શકાશે.

Next Story