ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દહેજધારાના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડે ભરૂચની બીલાલ પાર્ક સોસાયટીમાંથી સવારના સમયે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહતી અનુસાર જિલ્લામાં વિવિધ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ડ્રાઈવ યોજી હતી. ડ્રાઈવ દરમિયાન પોલીસે ભરૂચ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013 માં દહેજધારાના ગુનામાં સંડાવેયલ આરોપી આસીફ ગફુર મન્સુરી ઉ.વ. 42 રહે. બી/83-1, મનુબર રોડ પર આવેલ બીલાલ પાર્ક, ભરૂચમાંથી ઝડપી પાડયો છે. છેલ્લા પાંચ વર્ષથી પોલીસથી નાસતા ફરતા આરોપીને ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડી આગળની કાર્યવાહ હાથ ધરી છે.

LEAVE A REPLY