Connect Gujarat
ગુજરાત

ભરૂચ : દહેજમાં યુવાન બન્યો “હેવાન”, છ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી કરી નાંખી હત્યા

ભરૂચ : દહેજમાં યુવાન બન્યો “હેવાન”, છ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી કરી નાંખી હત્યા
X

ભરૂચ

જિલ્લાના દહેજમાં વિકૃતિની તમામ હદો વટાવી એક યુવાને છ વર્ષીય બાળક સાથે સૃષ્ટિ

વિરૂધ્ધનું કૃત્ય આચરીને તેની નિર્મમ હત્યા કરી નાંખતા ચકચાર મચી છે.

આજના મોબાઇલ

યુગમાં અશ્લીલ ફિલ્મો અને સાહિત્યના કારણે માનવીની વિકૃતતા વધી રહી છે. હવસ અને

વિકૃતિ સંતોષવા માટે તે ગમે તે હદ સુધી જઇ શકે છે. દહેજમાં રહેતો છ વર્ષીય બાળક

આવા જ એક હવસખોરની હવસનો શિકાર બન્યો હતો. દહેજ વિસ્તારમાં રહેતાં એક પરિવારનો છ

વર્ષીય બાળક શનિવારના રોજ બપોરના 12.30 વાગ્યા બાદથી ગુમ થતાં પોલીસને જાણ

કરવામાં આવી હતી. પરિવારના સભ્યો અને પોલીસે લાપત્તા બનેલા બાળકની શોધખોળ શરૂ કરી

હતી. દરમિયાન ગુમ થયેલા બાળકને છેલ્લે મિથુન નામના યુવાન સાથે જોવા મળ્યો હોવાની

માહિતી મળી હતી. પોલીસે મિથુનની અટકાયત કરી તેની પુછપરછ કરતાં તેણે ચોકાવનારી

કબુલાત કરી હતી. પોતાની હવસ સંતોષવા માટે મિથુન માસુમ બાળકને તેના રૂમમાં લઇ ગયો

હતો અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરીને બાળકના ગળે ટુંપો દઇ તેની હત્યા કરી નાંખી

હતી. હાલ તો પોલીસે આરોપી મિથુનની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ

ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.

Next Story