Connect Gujarat
ગુજરાત

ભરૂચ જીલ્લાની એક દરગાહમાં માનવી અને મધમાખીઓ વચ્ચે અનોખી મિત્રતા

ભરૂચ જીલ્લાની એક દરગાહમાં માનવી અને મધમાખીઓ વચ્ચે અનોખી મિત્રતા
X

સુપ્રસિધ્ધ બાબા રૂસ્તમ ર.અ.ની દરગાહનો આ અનોખો ચમત્કાર આજે પણ યથાવત

આજથી સદીઓ પહેલા ભરૂચ તાલુકાના પરીએજ ગામ નજીક ભરૂચ - ટંકારીઆ માર્ગ પર આવીને વસેલા હઝરત બાબા રૂસ્તમ ર.અ.ની દરગાહનો એક અનોખો કરિશ્મા પ્રકાશમાં આવ્યો છે. અહીંયા મધમાખીઓ વિશે વાત કરીએ તો એવું કહેવાય છે અને તથ્ય પણ છેજ કે મધમાખીઓને છંછેડવામાં આવે તો તે આક્રમક બનીને તૂટી પડે છે.જેનું નામ સાંભળતા જ ભલભલાના છકકા છુટી જતા હોય છે.

મહત્વની વાત એ છે કે દરગાહ આવતા હિન્દૂ મુસ્લિમ અકીદતમંદો જયારે દરગાહ પર જતા પહેલા વુઝુખાના પર વુઝુ બનાવે છે.ત્યારે આ મધમાખીઓ પાણીના નળની આસપાસ વુઝુખાનમાં, બાબા રૂસ્ટમ ર.આ.ના મજાર પર, ફૂલ વેચનારના સ્ટોલમાં આ મધમાખીઓ ભમતી રહે છે,દર વર્ષે ભરપૂર ઉનાળામાં આ મધમાખીઓની માત્રા દરગાહમાં વધી જાય છે, પરંતુ દરગાહ પર આસ્થા ધરાવતા શ્રદ્ધાળુઓ નિર્ભય બનીને વુઝુ બનાવી દરગાહમાં પ્રવેશે છે.

વર્ષો જુના દરગાહના મુંજાવરોનું પણ કેહવું છે કે બાબા રૂસ્તમ ર.અ. ની દરગાહ પર આજ ઝનુની મધમાખીઓ આવે છે, પરંતુ દરગાહ પર આવનાર આબાલ, વૃદ્ધ, બાળકો, યુવાનોને પણ આજ સુધી મધમાખીઓએ હાનિ પહોંચાડવાનું કાર્ય સાંભળવા મળ્યું નથી, જાણે કે બાબાનો કરિશ્મા કામ કરી રહ્યો હોય એમ ચોકકસપણે શ્રદ્ધાળુઓ કહી રહ્યા છે.

કહેવાય છે કે ઉનાળાની ઋતુ પછી બધી પ્રજાતિની મધમાખીઓ આપોઆપ ઓછી થવા માંડે છે.આમ ભરૂચ-ટંકારીઆ માર્ગ પર આવેલી સુપ્રસિધ્ધ બાબા રૂસ્તમ ર.અ.ની દરગાહનો આ અનોખો ચમત્કાર આજે પણ લોકો જોઇ રહ્યા છે. દરગાહ પર હિંદુ - મુસ્લિમ શ્રદ્ધાળુઓનો કાયમ ધસારો પણ જોવા મળે છે, તે લોકોને આ ચમત્કાર જોઈને અચરજ થાય છે.

Next Story