Connect Gujarat
ગુજરાત

ભરૂચ શહેરમાં દાઉદી વ્હોરા સમાજના લોકોએ રમજાન ઇદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી

ભરૂચ શહેરમાં દાઉદી વ્હોરા સમાજના લોકોએ રમજાન ઇદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી
X

પવિત્ર રમજાન માસ માં દાઉદી વ્હોરા સમાજના લોકો દ્વારા એક માસ સુધી રોજા રાખી ઈબાદત કરવામાં આવી હતી. ભરૂચ કોટ પારસીવાડ વિસ્તારમાં વસતા દાઉદી વ્હોરા સમાજના લોકોએ આજ રોજ મસ્જીદમાં રમજાન ઇદની વિશેષ નમાજ અદાકરી એકબીજાને રમજાન ઇદની શુભકામનાઓ પાઠવી હતી.

ભરૂચના કોટ વિસ્તારમાં વ્હોરા સમાજના લોકોએ ભેગા થઇ એક બીજાને રમજાન ઇદની મુબારકબાદી આપી હતી. સાથે સાથે નાના ભૂલકાઓએ તેઓના વિસ્તારમાં લાગેલા નાનકડા મેળામાં ઇદના દિવસને હર્ષોલ્લાસ સાથે મનાવ્યો હતો સાથે જ દૂધ સેવૈયા આરોગી એક બીજાને મુબારક બાદી આપી હતી.

આ પ્રસંગે સામાજિક કાર્યકર મૌઝમભાઇએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, આજે દાઉદી વ્હોરા સમાજ અમારા રસુલ ઇલ્લાતાલાઓ શરીફના ફરમાન મુજબ ઇદ મનાવીએ છે. આજે અમે ગરમીમાં ૧૫ કલાકના એક એવા ૩૦ રોજા પૂર્ણ કર્યા છે.આ પ્રસંગે અમે ૩૦ દિવસ રોજો રાખી પાંચ ટાઈમની નમાજ અદા કરી દાનધરમ કર્યા અને આજે ઇદ મનાવી છે.સાથે આગામી બે ત્રણ દિવસમાં મુસ્લીમ સમાજની ઇદ આવશે તેમાટે તેમણે તમામ મુસ્લીમ બિરાદરોને શુભકામના પાઠવી હતી.

Next Story