Connect Gujarat
Featured

ભરૂચ : દેરોલ ખાતે JCI દ્વારા યોજાયો વિશેષ કાર્યક્રમ, મહિલાઓને મુંજવતા પ્રશ્નો અંગે અપાઈ વિસ્તૃત માહિતી

ભરૂચ : દેરોલ ખાતે JCI દ્વારા યોજાયો વિશેષ કાર્યક્રમ, મહિલાઓને મુંજવતા પ્રશ્નો અંગે અપાઈ વિસ્તૃત માહિતી
X

ભરૂચ જિલ્લાના દેરોલ મુકામે આવેલ સાર્વજનિક શાળા ખાતે મહિલાઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલાઓને મુંજવતા પ્રશ્નો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ભરૂચ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ અને જેસીરેટ વિંગ ઓફ જેસીઆઈ (JCI) દ્વારા મહિલા સપ્તાહની ઉજવણી કરવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે દેરોલ મુકામે આવેલ સાર્વજનિક શાળા ખાતે યુવતીઓ અને મહિલાઓમાં મુગ્ધાવસ્થા વિશે વધુ સમજૂતી આપવા હેતુસર સેમીનારનું આયોજન કરાયું હતું.

જેમાં અંકલેશ્વરના જાણીતા ટ્રેનર જેસી કિંજલ શાહ દ્વારા મુગ્ધાવસ્થા અંગે તેમજ શિક્ષિકા શિલ્પા મહંત દ્વારા મહિલામાં માસિક ધર્મ વિષય ઉપર મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવતીઓ અને મહિલાઓને સમજૂતી આપવામાં આવી હતી. ઉપરાંત હાજર યુવતીઓ અને મહિલાઓને સેનેટરી નેપકીનનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેરોલ સાર્વજનિક શાળાની વિદ્યાર્થીનો, શાળાની શિક્ષિકાઓ તેમજ જ્કીના સભ્યો ચંદ્રિકા પટેલ અને જાનકી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story